ટ્રેનમાં મુસાફરી કરતા દંપતિએ રોકડા 50,000 અને સોનાના દાગીના ગુમાવ્યા
image : Filephoto
Vadodara Railway Station : અમદાવાદની જીવરાજ પાર્ક સોસાયટીમાં રહેતા અરવિંદભાઈ શાંતિલાલ મહેતા નિવૃત્ત જીવન ગુજારે છે. તેઓ તેમની પત્ની સાથે ગત ચોથી ઓગસ્ટ ગોવાથી ટ્રેનમાં રિઝર્વેશન કરાવી અમદાવાદ આવવા નીકળ્યા હતા. રાત્રે 11:00 વાગે દંપત્તિ સુઈ ગયો હતો દરમિયાન સુરત રેલ્વે સ્ટેશન આવતા તેઓ ફ્રેશ થવા માટે ઉઠ્યા હતા અને ત્યારબાદ પરત સુઈ ગયા હતા. સવારે 5:00 વાગ્યે વડોદરા રેલ્વે સ્ટેશન આવતા તેમના પત્ની જાગી ગયા ત્યારે જોયું તો તેમનું લેડીઝ પર્સ ગાયબ હતું. જેમાં 50,000 રોકડા સોનાના દાગીના મળી અઢી લાખની મતા હતી. જે અંગે અરવિંદભાઈ મહેતાએ રેલવે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
જ્યારે અન્ય એક બનાવમાં છાણી ગામમાં રહેતા અને કેક શોપમાં નોકરી કરતા સુખદેવભાઈ સુરેશભાઈ વડોદરાથી અમદાવાદ જવા માટે રાત્રે 12:15 એ રેલવે સ્ટેશન આવ્યા હતા અને ટિકિટ બારીની સામે ચાર્જિંગ પોઇન્ટમાં મોબાઈલ મૂક્યો હતો. જે મોબાઈલ તેમની નજર ચૂકવીને આરોપી લઈને ભાગી ગયો હતો.