Get The App

વડોદરા : સનરાઇઝ ઇન્ડસ્ટ્રીઝમાં સિક્યુરિટીની જાણ નહીં કરનાર સામે ગુનો દાખલ

Updated: Nov 29th, 2023


Google NewsGoogle News
વડોદરા : સનરાઇઝ ઇન્ડસ્ટ્રીઝમાં સિક્યુરિટીની જાણ નહીં કરનાર સામે ગુનો દાખલ 1 - image

વડોદરા,તા.29 નવેમ્બર 2023,બુધવાર

વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કંડારી ગામની સીમમાં આવેલી સનરાઈઝ ઇન્ડસ્ટ્રીઝમાં પરપ્રાંતીય સિક્યુરિટી ગાર્ડને નોકરીમાં રાખીને માહિતી પોલીસને નહીં આપનાર વિરુદ્ધ પોલીસે ગુનો દાખલ કર્યો છે. 

ઉલ્લેખનીય છે કે ભરૂચ વડોદરા રોડની બાજુમાં કરજણ પાસેના કંડારી ગામની સીમમાં આવેલી સનરાઈઝ ઇન્ડસ્ટ્રીઝના વડોદરા અટલાદરા ખાતે માધવ નગરમાં રહેતા સુંદરસિંગ મનસુખ પરમારે પોતાની કંપનીમાં પરપ્રાંતિય સિક્યુરિટી ગાર્ડને રાખીને પોલીસને પ્રાથમિક માહિતીની જાણ કરી ન હતી.

કરજણ પોલીસની તપાસ દરમિયાન આ બાબતની જાણ થતા પોલીસે આરોપી સુંદરસિંગ પરમાર સામે જાહેરનામાના ભંગ અંગે કરજણ પોલીસે ગુનો દાખલ કર્યો છે.


Google NewsGoogle News