વડોદરાના તાંદલજામાં કોમ્પ્લેક્સના પાર્કિંગમાં આગ લાગતાં કાર સહિત 8 વાહનો ખાક

Updated: Oct 20th, 2023


Google NewsGoogle News
વડોદરાના તાંદલજામાં કોમ્પ્લેક્સના પાર્કિંગમાં આગ લાગતાં કાર સહિત 8 વાહનો ખાક 1 - image

વડોદરા.તા,20 ઓક્ટોબર 2023,શુક્રવાર

વડોદરાના તાંદલજા વિસ્તારમાં આવેલા એક કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાં લાગેલી આગને કારણે એક કાર સહિત આઠ નાના-મોટા વાહનો ને નુકસાન થયું હતું.

તાંદલજા વિસ્તારમાં આવેલા મરીયમ કોમ્પલેક્ષ પાસેના મેફૂઝ કોમ્પ્લેક્સના પાર્કિંગમાં લાગેલી આગનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું પ્રાથમિક તબક્કે જણાઈ રહ્યું છે.

વડોદરાના તાંદલજામાં કોમ્પ્લેક્સના પાર્કિંગમાં આગ લાગતાં કાર સહિત 8 વાહનો ખાક 2 - image

આગના બનાવને નજરે જોનાર મોઈનભાઈ સૈયદએ તરત જ લોકોને જાગૃત કર્યા હતા અને ફાયર બ્રિગેડને જાણ કરતા ગણતરીની મિનિટોમાં જ ફાયર બ્રિગેડ આવી ગઈ હતી. ફાયર બ્રિગેડે આગ કાબુમાં લઈ બીજા વાહનોને નુકસાન થતું અટકાવ્યું હતું.

નોંધનીય છે કે શહેરમાં પોલીસ સ્ટેશનો તેમજ અન્ય સ્થળોએ રાત્રિના સમયે આ પ્રકારના અગાઉ પણ અનેકવાર બનાવો બનેલા છે. ઉપરોક્ત બનાવ બન્યો ત્યારે પોલીસ પણ દોડી આવી હતી અને પ્રાથમિક વિગતો મેળવી હતી. આગ કાબુમાં આવતા આગને કારણે કોમ્પ્લેક્સ માં રહેતા રહીશોના જીવ પડીકે બંધાયા હતા. પરંતુ સમયસર મદદ મળી રહેતા જાનહાની થતા રહી ગઈ હતી.

આગને કારણે એક કાર, છ ટુવ્હિલરો અને બે સાયકલને નુકસાન થયું હોવાનું ફાયર બ્રિગેડના સૂત્રોએ જણાવ્યું છે.


Google NewsGoogle News