વડોદરામાં વડીવાડી પાણીની ટાંકીનું સફાઈ અભિયાન : એક લાખ લોકોને પીવાનું પાણી મળશે નહીં
વડોદરા,તા.02 નવેમ્બર 2023,ગુરૂવાર
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ની વડી વાળી પાણીની ટાંકી ખાતે સફાઈ ઝુંબેશ હાથ ધરવા ને કારણે તારી ત્રીજી ના રોજ બપોરના સમયનું પાણી પ્રજાને મળશે નહીં જેની અસર એક લાખથી વધુ લોકોને થશે.
સ્વચ્છતા હી સેવા ઝુંબેશ અંતર્ગત વડોદરા પાલિકા હસ્તકની વડીવાડી ટાંકી ખાતે સફાઈની કામગીરી કાલે તા.3જી એ કરવાની છે જેથી વડી વાડી ટાંકીથી બપોરે 2.30 થી 3.30 (ગૌતમ નગર તરફ) અને બપોરે 3.30 થી 4.30 (જેતલપુર તરફ)ના વિસ્તારોના ઝોનમાં પાણી વિતરણ કરવામાં આવશે નહીં. આ ઉપરાંત આ ટાંકીથી તા.4થી એ સવારના 6 વાગ્યાથી 7 વાગ્યા સુધી (એલ કે નગર પ્રિય લક્ષ્મી મિલ તરફ) અને સવારે 7.45 થી 8.45 વાગ્યા સુધી (પતરાની ચાલ અકોટા તરફ)ના ઝોનમાં પાણી વિતરણ ઓછા પ્રેશરથી અને ઓછા સમય કરાશે. સ્થાનિક રહીશોએ પાણીનો જરૂરી સંગ્રહ કરવા પાણી પુરવઠા શાખા દ્વારા જણાવાયું છે.