Get The App

ચેતનભાઇને આપઘાત માટે મજબૂર કરનાર સાજન ભરવાડ અને બે ભાઇઓને 9 દિવસના રિમાન્ડ

વ્યાજખોર ત્રિપુટીનો ભાેગ બનેલા બીજા લોકોની પણ તપાસ કરાશે

Updated: May 17th, 2023


Google NewsGoogle News
ચેતનભાઇને આપઘાત માટે મજબૂર કરનાર સાજન ભરવાડ અને બે ભાઇઓને 9 દિવસના રિમાન્ડ 1 - image

વડોદરાઃ વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કરનાર ચેતનભાઇના કિસ્સામાં પકડાયેલા સાજન ભરવાડ અને તેના બે ભાઇઓને નવ દિવસના રિમાન્ડ પર લેવામાં આવ્યા છે.પોલીસ સાજનના ત્રાસનો ભોગ બનેલા બીજા પણ લોકોની તપાસ કરશે.

ગોત્રી વિસ્તારમાં રહેતા ચેતનભાઇ વાળંદે સાજન વશરામભાઇ સોટીયા(ભરવાડ) અને તેના ભાઇ વિઠ્ઠલ અને સુરેશ ઉર્ફે વરજાંગ પાસેથી વ્યાજે લીધેલા રૃ.૪.૨૫લાખની સામે રૃ.૧૦ લાખ ચૂકવી દીધા હોવા છતાં વધુ વ્યાજ માટે ધાકધમકી આપવામાં આવતી હતી.

આ ઉપરાંત વ્યાજખોરો દ્વારા મકાનનું લખાણ પણ લઇ લેવામાં આવ્યું હતું.જ્યારે ચેતનભાઇને ત્યાં કામ કરતી મહિલાએ રૃ.એક લાખની સામે રૃ.૨.૪૦લાખ ચૂકવી દીધા હોવા છતાં તેના પ્લોટના કાગળો આપતા નહતા.વ્યાજખોરોના ત્રાસથી કંટાળી ગયેલા ચેતનભાઇએ  ઝેરી દવા પી લેતાં તેમનું મોત નીપજ્યું હતું.જેથી ગોત્રી પોલીસે ત્રણેય ભરવાડ બંધુઓની ધરપકડ કરી કોર્ટમાંથી રિમાન્ડ લીધા છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે,સાજન ભરવાડ સામે અગાઉ પણ બિલ્ડરને ધમકાવી હુમલો કરવાના તેમજ ગોત્રીની રૃ.૩૫ કરોડની જમીન પચાવી પાડવા માટે બાનાખત કર્યું હોવાના કેસ થયા હતા.જ્યારે પાસા હેઠળ જેલમાં પણ જઇ આવ્યો હતો.


Google NewsGoogle News