Get The App

નશીલા દ્રવ્યોની ટ્રેન અને એસટી બસમાં હેરાફેરીઃ 17 કિલો ગાંજા બાદ બસ ડેપો પર અઢી કિલો ગાંજો પકડાયો

Updated: Dec 20th, 2023


Google NewsGoogle News
નશીલા દ્રવ્યોની ટ્રેન અને એસટી બસમાં હેરાફેરીઃ 17 કિલો ગાંજા બાદ બસ ડેપો પર અઢી કિલો ગાંજો પકડાયો 1 - image

વડોદરાઃ ટ્રેન અને એસટી બસોમાં નશીલા દ્રવ્યોની હેરાફેરી કરવામાં આવતી હોવાના બનાવો બની રહ્યા છે.આજે વડોદરા એસટી ડેપો ના ગેટ પાસે અઢી કિલો ગાંજા સાથે એક પેડલર પકડાયો હતો.

ત્રણ દિવસ પહેલાં ઓડિસાથી કરોડિયા ગામે રહેતા ભાવેશને ગાંજો આપવા આવેલો સાલીયાડુ નામનો પેડલર ૧૭ કિલો ગાંજા સાથે પકડાઇ જતાં પોલીસે બંને સામે કેસ કર્યો હતો.

આજે સયાજીગંજ પોલીસને ગાંજાની હેરાફેરી અંગે માહિતી મળતાં પોલીસની ટીમ વોચ રાખી રહી હતી.જે દરમિયાન ગેટ પાસે એક શખ્સને તપાસતાં તેની બેગમાંથી રૃ.૨૫ હજારની કિંમતનો અઢી કિલો ગાંજો,મોબાઇલ અને રોકડા રૃ.૪૦૦ મળી આવ્યા હતા.

પકડાયેલા શખ્સની પૂછપરછ દરમિયાન તેનું નામ સચીન શામળભાઇ પ્રજાપતિ(અંબાઇ ગઢા,ખેડબ્રહ્મા,સાબરકાંઠા)હોવાનું ખૂલ્યું હતું.ગાંજાનો જથ્થો દાંતાના ઋત્વીજ પરમારે મોકલ્યો હોવાનું અને અંકલેશ્વરના કાશીબાબા ને પહોંચાડવાનો હોવાની વિગતો ખૂલી હતી.

સયાજીગંજના પીઆઇ આર જી જાડેજાએ કહ્યું હતું કે,બંને વોન્ટેડ આરોપીને પકડવા માટે પોલીસની ટીમો કામે લાગી છે.ગાંજો કેટલા સમયથી લવાતો હતો અને વડોદરાનું કોઇ કનેક્શન છે કે કેમ તે મુદ્દે પૂછપરછ કરવામાં આવી રહી છે.


Google NewsGoogle News