વડોદરા જિલ્લાની તમામ આંગણવાડી અને પ્રાથમિક શાળાના બાળકોનું હેલ્થ સ્ક્રિનિંગ કરવા તાકીદ
Vadodara News : વડોદરા વડોદરા જિલ્લામાં ભારે વરસાદ બાદ ઉદ્દભવેલી સ્થિતિને ધ્યાને રાખી તમામ આંગણવાડી અને પ્રાથમિક શાળાના બાળકોનું હેલ્થ સ્ક્રિનિંગ કરવા આરોગ્ય વિભાગને સૂચના આપી છે. વડોદરા જિલ્લાની આંગણવાડી તથા શાળામાં જતાં 3741 બાળકોની તબીબી ચકાસણી કરવામાં આવી છે. ખાસ કરીને શાળા કે આંગણવાડી બંધ હોય એવા સંજોગોમાં ઘરે જઈ આ કામગીરી કરવામાં આવી રહી છે.
વડોદરા જિલ્લા પંચાયતની 42 અને બહારના જિલ્લાની 10 મળી કુલ બાવન મેડિકલ ટીમો, 450 પેરા મેડિકલ સ્ટાફ, 21 જેટલા મોબાઇલ યુનિટી દ્વારા ગામ્રીણ કક્ષાએ આરોગ્ય કેમ્પ કરવામાં આવી રહ્યા છે. આપત્તિ બાદ 29 સપ્ટેમ્બરથી આજ સુધી કુલ 5.69 લાખ લોકોનું હેલ્થ સ્ક્રિનિંગ કરવામાં આવ્યું છે. તેમાંથી શરદી અને ખાંસીના 3230, તાવના 912 તથા ઝાડાના 212 કેસો મળી આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 504 જેટલા આરોગ્ય કેમ્પ કરવામાં આવ્યા છે. ભારે વરસાદની સ્થિતિને ધ્યાને રાખીને જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા કુલ 91 સગર્ભા મહિલાઓને નજીકના આરોગ્ય કેન્દ્ર ઉપર ખસેડવામાં આવી હતી. તેમાંથી 76 મહિલાઓને પ્રસુતિ કરાવવામાં આવી છે.