ટેગ લગાવ્યા વિના વડોદરામાં રખડતા ગાયના ત્રણ વાછરડા ઢોર પાર્ટીની ટીમે પકડી લેતા હોબાળો

Updated: Aug 20th, 2024


Google NewsGoogle News
ટેગ લગાવ્યા વિના વડોદરામાં રખડતા ગાયના ત્રણ વાછરડા ઢોર પાર્ટીની ટીમે પકડી લેતા હોબાળો 1 - image

image : Filephoto

Vadodara Stray Casttle : વડોદરા શહેરમાં રખડતા ઢોરો પકડવાની ઝુંબેશ ફરી એકવાર કોર્પોરેશનના તંત્રએ શરૂ કરી છે. ત્યારે ગૌપાલકો અને ઢોર પાર્ટીના કર્મચારીઓ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો અવારનવાર સર્જાતા રહે છે. આજે વડોદરાના વાઘોડિયા રોડ પરથી ત્રણ ઢોર પકડતા ઢોર પાર્ટી સાથે ચકમક જરી હતી. 

વડોદરા શહેરમાં રખડતા ઢોરના કારણે અવારનવાર થતાં અકસ્માત અને નાગરિકોના મોત સંદર્ભે પાલિકા તંત્ર દ્વારા રસ્તે રખડતી ગાય કબ્જે લેવાની કાર્યવાહી થઈ રહી છે. આજે ઢોર પાર્ટીની ટીમ રાઉન્ડમાં નીકળી હતી ત્યારે વાઘોડિયા રોડ નાથદ્વાર ડ્રિમ્સ પાસે ટેગ વગરના ત્રણ ગાયના વાછરડા મળી આવ્યા હતા. ઢોર પાર્ટીની ટીમે તે પકડી લીધા હતા. આ મામલે ગૌપાલકને વોર્નિંગ પણ આપવામાં આવી હતી.


Google NewsGoogle News