નાની બાળકી સાથે શારિરીક અડપલાં થતાં હોબાળો : અજાણી વ્યક્તિ ફરાર
વડોદરા,તા.21 ફેબ્રુઆરી 2024,બુધવાર
વડોદરા જિલ્લાના સાવલી નજીકના ગામમાંથી એક મહિલાનો 181 મહિલા હેલ્પ લાઈનમાં કોલ આવેલ કે પોતાની નાની બાળકી સાથે એક વ્યક્તિએ શારિરીક છેડછાડ કરેલ છે જેમાં મદદ રૂપ બનવા વિંનતી કરતા અભયમ ટીમ પાદરા સ્થળ પર પહોંચી નાની બાળકી અને માતાને આશ્વાશન આપેલ. અજાણ્યા વ્યકિતની તપાસ કરતા તે મળી આવેલ નહી જેથી સાવલી પોલિસ સ્ટેશનમાં ફરીયાદ આપવામા આવેલ છે.
મળતી માહિતી મુજબ માતા અને નાની બાળકી જે ત્રણ વર્ષની આસપાસ છે તે રાત્રે બહાર સુતા હતા. બાળકીની માતા રાતે બાથરૂમ જતા બહાર ગયેલા ત્યારે એકલતાનો લાભ લઇ કોઈ અજાણ્યો વ્યકિત એકાએક ઘરમાં આવી બાળકી સાથે શારિરીક છેડછાડ કરતા બાળકી રડવા લાગેલ તેથી બાળકીની માતા દોડી આવતાં વ્યકિત ભાગી છૂટેલ. માતાને ડર લાગેલ કે ફરી થી પણ તે આવી સકે છે જેથી મદદ માટે 181 મહિલા હેલ્પ લાઇનમાં કોલ કરેલ. અભયમ ટીમે આજુબાજુ તપાસ કરતા કોઈ વ્યક્તિ મળી આવેલ નહી. અભયમ ટીમે મહીલાને આશ્વાશન અને હિંમત આપતા આવા મૂશ્કેલીના સમયે મુકાબલો કરવા સેફ્ટી પ્લાન વિષે સમજ આપી હતી. મહિલાને રક્ષણ મેળવવું હોય અજાણ્યા વ્યકિત સામે સાવલી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ અપાવવામાં આવેલ છે. પોતાને મળેલ મદદ બદલ મહિલાએ અભયમ ટીમનો આભાર માન્યો હતો.