વાવાઝોડામાં અંધારપટને લીધે હોબાળા બાદ અકોટા MGVCLની કચેરીએ લાઈટ બિલ ભરવા સ્ટાફની અછત : લાંબી લાઈનથી હોબાળો
Vadoara MGVCL : વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં અનેક સોસાયટીઓમાં પાંચ કલાક સુધી વીજ પુરવઠો થપ થતા લોકોનો મોરચો અકોટા વીજ સબ સ્ટેશન ખાતે પહોંચી મોડી રાત સુધી હોબાળો મચાવ્યો હતો. ત્યારબાદ આજે સવારે લાઈટ બિલ ભરવા પૂરતી વ્યવસ્થા નહીં હોવાથી પણ બીજા દિવસે સ્થાનિક રહીશોએ હૂબાડો મચાવતા પોલીસને બોલાવવાની ફરજ પડી હતી.
શહેરના અકોટા વિસ્તારની વીજ નિગમ કચેરીએ વીજ બીલ ભરવા આજે વહેલી સવારથી જ લાંબી લાઈન લાગી હતી ગઈકાલે વાવાઝોડાને કારણે મોડી રાત સુધી કર્મચારીઓ કામે લાગ્યા હતા જેથી આજે સવારે સ્ટાફ અછતના કારણે લાઈટ બિલ ભરવાની વ્યવસ્થા ખોરવાઈ હતી જેથી લાઈટ બિલ ભરવા આવેલા હેરાન પરેશાન લોકોએ ભારે હોબાળો મચાવતા પોલીસની એન્ટ્રી થઈ હતી.
અકોટા વિસ્તારમાં વીજ નિગમની કચેરીએ લાઈટ બિલ ભરવા વહેલી સવારથી લાઈનો લાગી હતી. સ્ટાફની અછતના કારણે કલાકો સુધી તાપમાં તપતા લોકોએ હોબાળો મચાવ્યો હતો પરિણામે દોડી આવેલી પોલીસે મામલો થાળે પાડવા ભારે પ્રયાસો હાથ ધર્યા હતા.