વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને ખાસવાડી સ્મશાનમાં ગેસ ચિતાઓ બંધ કરી દેતા હોબાળો
- ટ્રસ્ટોએ લાખો રૂપિયા ખર્ચીને ગેસ ચિતાઓ તૈયાર કરાવી હવે રીનોવેશનના નામે કોર્પોરેશનને બંધ કરી દીધી
વડોદરા,તા.18 માર્ચ 2024,સોમવાર
વડોદરાના બહુચરાજી ખાસવાડી સ્મશાન ગૃહ અને અન્ય સ્મશાન ગૃહોમાં હાલમાં શ્રી જલારામ સેવાશ્રમ ટસ્ટ દ્વારા લાખો રુપિયા ખર્ચીને ગેસ ચીતાઓની સુવિધા ઉભી કરવામાં આવી છે કે જેથી પર્યાવરણનો બચાવ થાય. આ ગેસ ચીતાની સુવિધા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની વિનંતિથી ચાલુ કરવામા આવેલ છે જેનો વર્ષોથી નિયમિત ધોરણે ઉપયોગમાં કરવામાં આવે છે.
હાલમાં વડોદરાના બહુચરાજી ખાસવાડી સ્મશાન ગૃહમાં વડોદરા કોર્પોરેશન દવારા મોટા પાયે રીનોવેશનની કાર્યવાહી ચાલી રહેલ છે. જેમાં કોર્પોરેશન દ્વારા ટ્રસ્ટને તેમજ જાહેર જનતાને કોઈ પણ જાતની જાણ કર્યા વગર તમામ ગેસ ચીતાઓ બંધ કરી દીધેલ છે. જેના કારણે અગ્નિ સંસ્કાર વિધિમાં લોકોને ધણી તકલીફો પડે છે. આ અંગે અગાઉ પણ જાણ કરેલ છે અને આ તકલીફને દુર કરવા ગેસ ચીતાઓને ચાલુ રાખી રીનોવેશનની કાર્યવાહી કરવા રજુઆત કરવામાં આવી હોવા છતાં વડોદરા કોરપોરેશન દવારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી પરિણામે અગ્નિ સંસ્કાર વિધિમા કાર્યરત સેવકોને લોકો સાથે વારંવાર બોલાચાલી થાય છે.
હાલમાં સંસ્થાની જાણ મુજબ વડોદરા કોર્પોરેશન દ્વારા આ તમામ ગેસ ચીતાઓ ટ્રસ્ટને જાણ કર્યા વિના ત્યાંથી તોડી નાખવાની કાર્યવાહી ચાલૂ કરવામાં આવનાર છે. તો આ અંગે વડોદરા કોર્પોરેશનના લાગતા વળગતા વિભાગ દવારા તાત્કાલિક ધોરણે તોડફોડની કાર્યવાહી બંધ કરી જાહેર જનતાને કોઈ તકલીફો ન પડે તે રીતે રીનોવેશનની કાર્યવાહી કરવાની જરુર છે. આ ઉપરાંત ગોરવા સ્મશાનમાં જે ગેસ ચીતા સંસ્થા દ્વારા સ્થાપીત કરેલ હતી તેને પણ લાબાં સમયથી કોરપોરેશન દવારા કોઈ કારણ વિના બંધ કરેલ છે. તેને પણ શરૂ કરવા માગ છે
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ રીતે જાહેર ટ્રસ્ટના દાનમાં આવેલ લાખો રુપિયાનો ગેર ઉપયોગ કે ગેરવહિવટ ન થાય તે અંગે કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ તથા લોકોના પ્રતિનિધિઓ દવારા તાત્કાલીક ધોરણ કાર્યવાહી હાથ ધરવાની જરૂર છે.