વડોદરામાં ગુજરાત હાઉસિંગ બોર્ડએ લાભાર્થીઓને મકાનોની ફાળવણી નહીં કરતા હોબાળો
image : Socialmedia
વડોદરા,તા.18 ડિસેમ્બર 2023,સોમવાર
ગુજરાત હાઉસિંગ બોર્ડએ મકાનો બાંધ્યા પરંતુ લાભાર્થીઓને મકાનની ફાળવણી નહીં કરતા આજે લાભાર્થીઓએ ગુજરાત હાઉસિંગ બોર્ડની કચેરી ખાતે મોરચો કાઢી રજૂઆત કરી હતી.
ગુજરાત હાઉસિંગ બોર્ડની સ્વામી વિવેકાનંદ હાઇટ્સ-૩ના લાભાર્થીઓને આજ દિન સુધી મકાનની ફાળવણી નહીં થતા ગુજરાત હાઉસિંગ બોર્ડની ઇલોરાપાર્ક સ્થિત ઓફિસે એકત્ર થયેલા લાભાર્થીઓએ પ્લે કાર્ડ દર્શાવીને તંત્ર સામે ભારે સૂત્રોચાર કરી આવેદનપત્ર સુપ્રત કર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે સ્વામી વિવેકાનંદ હાઇટ્સ ત્રણના લાભાર્થીઓએ ગુજરાત હાઉસિંગ બોર્ડની આવાસ યોજના હેઠળ આવાસ માટે અરજીઓ કરી હતી. આ તમામ લાભાર્થીઓએ આ અંગે જરૂરી નાણા અને દસ્તાવેજો પણ સુપ્રત કર્યા હતા. વડોદરા સ્થિત ગુજરાત હાઉસિંગ બોર્ડની કચેરી દ્વારા લાભાર્થીઓને એક વર્ષ અગાઉ 2022 મકાનોની ફાળવણી કરવાની હતી. મકાનો તૈયાર હોવા છતાં લાભાર્થીઓને આવાસની ફાળવણી હજી સુધી કરવામાં આવી નથી.
આ અંગે લાભાર્થીઓએ ગુજરાત હાઉસિંગ બોર્ડની કચેરીના અધિકારીને વારંવાર રજૂઆતો કરી હોવા છતાં પણ કોઈ પરિણામ આવ્યું નથી અને કચેરીમાંથી યોગ્ય જવાબ પણ કોઈ આપતું નથી. આ ઉપરાંત કોઈપણ કારણ વિના ખોટી પેનલ્ટીઓ લગાવી છે જે અંગે પણ રજૂઆતો કરતા પેનલ્ટીમાં માફી આપવામાં આવી નથી.
જેથી સ્વામી વિવેકાનંદ હાઇટ્સ -૩ના લાભાર્થીઓ ઇલોરા પાર્ક સીટ ગુજરાત હાઉસિંગ બોર્ડની કચેરીએ એકત્ર થયા હતા. તમામ લાભાર્થીઓએ પ્લે કાર્ડ સાથે મારે સુત્રોત પ્યાર કરીને સંબંધિત અધિકારીને આવેદનપત્ર સુપ્રત કરીને ઘટતું કરવા જણાવ્યું હતું.