રિવોલ્વર, તમંચો જેવા ઘાતક હથિયારો સાથે લૂંટ કરે તે પહેલા યુપીની ટોળકીનો એક શખ્સ ઝડપાયો, પાંચ શખ્સો ભાગી ગયા

Updated: Aug 19th, 2024


Google NewsGoogle News
રિવોલ્વર, તમંચો જેવા ઘાતક હથિયારો સાથે લૂંટ કરે તે પહેલા યુપીની ટોળકીનો એક શખ્સ ઝડપાયો, પાંચ શખ્સો ભાગી ગયા 1 - image


Vadodara Crime News : વડોદરા જિલ્લાના પોર હાઇવે પર વરણામા પોલીસ ગઈ સાંજે વાહન ચેકિંગ કરતી હતી. તે સમયે એક સ્વિફ્ટ કારને રોકી તેમાં ચેકિંગ હાથ ધરતા અંદર બેસેલ 6 શખ્શો ભાગી ગયા હતા. જ્યારે એક શખ્સ ઝડપાઈ ગયો હતો.

વરણામા પોલીસે કારમાંથી એક માઉજર, તેના 12 કારતૂસો, દેશી હાથ બનાવટનો તમંચો, તેના પાંચ કારતુસ, કાર બે મોબાઈલ મળી કુલ 4.66 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. શાહરૂખ નાજીમ અલી રહે કુશલગઢ મહમદપુરા જિલ્લો પ્રતાપગઢ ઉત્તર પ્રદેશને ઝડપી પાડ્યો હતો. જ્યારે ઉત્તર પ્રદેશના અન્ય સાગરીતો સહબાગ ઉર્ફે લંબુ મોઈન, સુફિયાન ઉર્ફે પોચી મુરાદઅલી, સહરેયાર ઇબ્રાર, ઝોલા તેમજ કારના ચાલક સહિત કુલ છ વ્યક્તિઓ નાસી જવામાં સફળ રહ્યા હતા. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ઝડપાયેલો શખ્શ તેમજ ભાગી છુટેલા અન્ય શખ્શો એક મોટી લૂંટને અંજામ આપવા જઈ રહ્યા હતા. પોલીસે લૂંટનો બનાવ બને તે પહેલા જ ઉત્તર પ્રદેશની ટોળકીને ઝડપી પાડી હતી.


Google NewsGoogle News