યુનાઇટેડ નેશન્સમાં પ્રમુખ સ્વામી મહારાજની જન્મશતાબ્દીએ પ્રસંગે ભાંવાજલી અર્પણ કરાઇ
વિદેશમાં પણ પ્રમુખ સ્વામી મહારાજની જન્મ શતાબ્દીની ઉજવણી
પ્રમુખ સ્વામી મહારાજને વિશેષ અંજલી આપવા નાયગરા ધોધને ભારતીય તિરંગાના રંગથી ઝળહળીત કરાયો
અમદાવાદ
લંડનમાં વેસ્ટમિન્સ્ટર સીટી કાઉન્સિલ દ્વારા વિકટોરિયા ટાવર ગાર્ડન ખાતે પ્રમુખ સ્વામીની તકતીનું અનાવરણ કરાયું
પ્રમુખ સ્વામી મહારાજે તેમના કાર્ય દ્વારા કેનેડા જ નહી પણ સમગ્ર
વિશ્વમાં અમીટ છાપ છોડી છે : જસ્ટિન ટુડ્રો,
પ્રધાનમંત્રી કેનેડા
પ્રમુખ સ્વામી જન્મ શતાબ્દી મહોત્સવના અનુસંધાનમાં પ્રમુખ સ્વામી મહારાજના ૧૦૧માં જન્મદિવસની ઉજવણી દેશ વિદેશમાં કરવામાં આવી હતી. જેમાં સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં પ્રમુખ સ્વામી મહારાજને ભાવાજંલી આપવા માટે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અંડર સેક્રેટરી જનરલ અને ેંશર્છંભ અને (યુનાઇટેડ નેશન્સ અલાયન્સ ઓફ સિવિલાઇઝેશન) ના પ્રતિનિધી મિગ્વેલ મોરેટિનોસ દ્વારા પ્રમુખ સ્વામી દ્વારા વિશ્વમાં વિવિધ ઘર્મો અને સમુદાય વચ્ચે સંવાદિતા સ્થાપવા સામાજીક, સાસ્કૃતિક સસ્થાઓની ભુમિકાનો સદઉપયોગ કરીને કરવામાં આવેલા સેવા કાર્યની વાત કરવામાં આવી હતી. તો ભારતના યુએનના સ્થાયી પ્રતિિનિધિ રૂચિરા કંબોજ દ્વારા પ્રમુખ સ્વામીના જીવન અને કાર્યને અંજલી આપવામાં આવી હતી.
જ્યારે વર્લ્ડ કાઉન્સીલ ઓફ રિલીજીયસ લીડર્સના સેક્રેટરી શ્રી
બાવા જૈને જણાવ્યું કે વર્ષ ૨૦૦૦માં યોજાયેલી મિલેનીયમ વર્લ્ડ પીસ સમિટમાં પ્રમુખસ્વામી
મહારાજની વિશેષ ઉપસ્થિતિ અને તેમના ઐતિહાસિક વકત્વ્યએ સૌ ધર્મના પ્રતિનિધિઓ પર ઉંડો
પ્રભાવ પાડ્યો હતો. તેમજ યુએનમાં તેમના કાર્યોની ઝાંખી રજૂ કરતો વિડીયો પણ દર્શાવવામાં
આવ્યો હતો. આ ઉપરાંત,
લંડનના વેસ્ટમિન્સ્ટર
સીટી કાઉન્સીલ દ્વારા વિકટોરિયા ગાર્ડન ટાવર ખાતે પ્રમુખ સ્વામી મહારાજની તકતીનું
અનાવરણ કરવામાં આવ્યું હતું.. જેમાં લંડન બીએપીએસ મંદિરના સંતો અને ટ્રસ્ટીઓએ વૃક્ષારોપણ
કર્યું હતું. તેમજ વિશ્વ વિખ્યાત વેમ્બલી સ્ટેડિયમની આર્ક પ્રમુખસ્વામી મહારાજને અજંલી આપતા
શબ્દો લખવામાં આવ્યા હતા.
તો કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટીન ટુડ્રોએ શુભેચ્છા સંદેશમાં
જણાવ્યું કે પુજ્ય પ્રમુખ સ્વામીએ તેમના જીવન અને કાર્યો દ્વારા કેનેડા અને સમગ્ર વિશ્વમાં અમીટ છાપ છોડી છે. કેનેડામાં બીએપીએસ અને સૌ હરિભક્તો
કેનેડાના સમાજ અને દેશ માટે સેવા કરી રહ્યા
છે.