Get The App

વડોદરા : જન રક્ષક યોજના અંતર્ગત બટન દબાવવાની સાથે ફાયર, પોલીસ, એમ્બ્યુલન્સની તત્કાળ સેવા મળી રહેશે

Updated: Mar 12th, 2024


Google NewsGoogle News
વડોદરા : જન રક્ષક યોજના અંતર્ગત બટન દબાવવાની સાથે ફાયર, પોલીસ, એમ્બ્યુલન્સની તત્કાળ સેવા મળી રહેશે 1 - image


Image Source: Freepik

વડોદરા, તા. 12 માર્ચ 2024 મંગળવાર

વિદેશમાં ઘણા સ્થળો પર જાહેર માર્ગ પર જનતા માટે ઈમરજન્સી સેવાઓ માટેની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. આવી જ રીતે, દેશમાં પહેલીવાર શહેરોમાં આવી ઈમરજન્સી સેવાઓ માટેના જનરક્ષક નામ સાથે મશીન લગાડવામાં આવ્યા છે. જે મશીનનું આજે મેયર પિંકી બેન સોનીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ માટે ખાનગી કંપની આગળ આવી અને કોર્પોરેશનના સહયોગથી આગામી માર્ચ મહિનામાં જનતા માટેની સેવાને કાર્યરત કરી દેવામાં આવશે. 

દેશમાં પ્રથમ વખત ખાનગી કંપની દ્વારા લોકોના જીવનની રક્ષણ થઈ શકે અને તાત્કાલિક જે મદદ જોઈએ તે મળી શકે તેના માટે પ્રોડક્ટ બનાવવામાં આવી છે. તેની પેટન્ટ પણ મેળવવામાં આવી છે. આ ઈમરજન્સી કિઓસ્ક માટે તેમની કંપની છેલ્લા બે વર્ષથી ઇનોવેશન કરી રહી હતી. કિઓસ્ક જાહેર માર્ગ પર અવર જવર કરતી જનતાના ઉપયોગ માટે જ ખાસ બનાવવામાં આવ્યું છે અને આનો આસય માત્ર જનતાનો ઇમરજન્સીમાં જીવ બચાવી શકાય તે હેતુ હોવાથી આનું નામ પણ 'જનરક્ષક' રાખવામાં આવ્યું છે. ઈમરજન્સી કિઓસ્કમાં ત્રણ બટનો મૂકવામાં આવ્યાં છે. કિઓસ્કમાં પોલીસ, ફાયર અને એમ્બ્યુલન્સ માટે ત્રણ બટન છે. કિઓસ્કમાં કેમેરા પણ છે. જેથી પોલીસ સ્થળ પરની સ્થિતિનો તાગ મેળવી શકશે. કિઓસ્કમાં આગ પર કંટ્રોલ મેળવવા માટે ફાયર એક્સ્ટેન્ગ્યુસર પણ છે. કોઈ વ્યક્તિને હાર્ટ એટેક આવશે તો તેની સારવાર માટે ફર્સ્ટએઇડ કિટ રાખવામાં આવી છે. કિટનો ઉપયોગ કોઇ પણ આમ માણસ કરી શકશે. કોઇને હાર્ટએટેક આવે તો તેને સીપીઆરથી સારવાર અપાય છે. પણ આ તેના કરતાં એક ડગલું આગળ છે. કિટમાં પેચને શરીરના ચોક્કસ ભાગ ૫૨ લગાવવાથી તેનું મોનિટરીંગ કરી શકાશે અને જરૂર લાગે તો બટન દબાવી શોક ટ્રીટમેન્ટ આપી શકાશે.


Google NewsGoogle News