સમા-સાવલી રોડ પર સ્પા સેન્ટરની આડમાં ચાલતું કૂટણખાનું પકડાયું

Updated: Oct 3rd, 2023


Google NewsGoogle News
સમા-સાવલી રોડ પર સ્પા સેન્ટરની આડમાં ચાલતું કૂટણખાનું પકડાયું 1 - image

વડોદરાઃ સમા-સાવલી રોડ પર સ્પા સેન્ટરની આડમાં કૂટણખાનું ચલાવવામાં આવી રહ્યું હોવાની વિગતોને પગલે સમા પોલીસે છટકું ગોઠવી ભંડો ફોડયો હતો.

સમા તળાવની સામે અર્થ ઇયોન કોમ્પ્લેક્સમાં અન્ના સ્પાલાઇન ની આડમાં કૂટણખાનું ચાલી રહ્યું હોવાની વિગતોને પગલે ડીસીપી પન્ના મોમાયાની સૂચના મુજબ સમા પોલીસ સ્ટેશનના પીઆઇ એમ બી રાઠોડે એક ગ્રાહકને તૈયાર કરી છટકું ગોઠવ્યું હતું.

પોલીસની ટીમે તૈયાર કરેલો ગ્રાહક સ્પા સેન્ટરમાં પહોંચ્યો ત્યારે સંચાલક એમતીજ અને હિતેશ બેઠા હતા.તેમણે રૃ. ૨૫૦૦ નક્કી કરી એક યુવતી પાસે ગ્રાહકને મોકલ્યો હતો.ગ્રાહકે પોલીસને મિસ્ડ કોલ કરતાં ટીમે દરોડો પાડયો હતો.

પોલીસે ઉપરોક્ત સ્થળેથી બે સેક્સવર્કરને છોડાવી હતી અને સંચાલક એમતીજ ઉર્ફે ઇમ્તિયાઝ ઉર્ફે અન્ના ઉકીલ શેખ(ગંગોત્રી આઇકોન,સિધ્ધાર્થ બંગ્લોઝ, ગોરવા મૂળ તુલસી રો હાઉસ,નિકોલ રોડ, નરોડા,અમદાવાદ અને કોલકોત્તા)તેમજ હિતેશ મનોહરલાલ ચંદવાણી (સયાજીનગર, ખોડિયાર નગર પાસે, બાપોદ)ને ઝડપી પાડયા હતા.

પોલીસે રોકડા રૃ.૩૫૨૦ અને ત્રણ મોબાઇલ કબજે કરી ગ્રાહકોની તપાસ હાથ ધરી છે.આ ઉપરાંત ફરાર થઇ ગયેલા સંચાલક બંટી મનોહર ચંદવાણી(સયાજીનગર, ખોડિયારનગર)ને વોન્ટેડ જાહેર કર્યો છે.


Google NewsGoogle News