U-19 કૂચ બિહાર ટ્રોફી, ઓડિશા સામે પ્રથમ દિવસે બરોડાના બે ખેલાડીઓની નોટ આઉટ સદી
નિત્ય પંડયાએ 205 બોલમાં 125 રન અને ઉત્સવરાજ ચુડાસમાએ 189 બોલમાં 198 રન કર્યા
નિત્ય પંડ્યા અને ઉત્સવરાજ |
વડોદરા : કૂચ બિહાર અંડર-૧૯ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં આજે બરોડા અને ઓડિશાની ટીમ વચ્ચે મેચનો પ્રારંભ થયો હતો. મેચના પ્રથમ દિવસે જ ટીમ બરોડાના બે ખેલાડીઓએ અણનમ રહીને સદી ફટકારી છે.અંડર-૧૯ ટીમમાં પ્રથમ દિવસે એક સાથે બે ખેલાડીઓ સદી ફટકારતા હોય તેવી ઓછી ઘટના બનતી હોય છે.
અંડર-૧૯ કૂચ બિહાર ટ્રોફી એલાઇટ ગુ્રપ-ઇમાં આજથી બરોડા અને ઓડિશા વચ્ચે મેચનો પ્રારંભ થયો છે. ચાર દિવસના આ મેચમાં આજે ટીમ બરોડાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. આજે સાંજ સુધીમાં મેચના પ્રથમ દિવસે બરોડા ટીમે ૬૭ ઓવરમાં ૩ વિકેટે કુલ ૨૩૯ રન ફટકાર્ય હતા. મહત્વની વાત એ છે કે આ સ્કોરમાં ૨૨૮ રન તો બે ખેલાડીના જ છે. નિત્ય પંડયાએ ૨૦૫ બોલમાં ૧૨૫ રન (નોટ આઉટ) અને ઉત્સવરાજ ચુડાસામાએ ૧૮૯ બોલમાં ૧૦૮ (નોટ આઉટ) રન કર્યા છે. જ્યારે પી.ઘેલાણી ૧૬ બોલામાં પાંચ, કુલદિપ ચૌહાણ ૩ બોલમાં ઝીરો અને અભિનવ મુલે ૧૪ બોલમાં ૩ રન બનાવીને આઉટ થયા હતા.