મહિલા ડોક્ટરોને રાખડી બાંધીને કહ્યું, તમારી સુરક્ષાની જવાબદારી અમે લઇશું

ચાર દિવસથી ડોક્ટરોની હડતાળના પગલે સર્જરીઓ અટકી પડી : દર્દીઓ પરેશાન

Updated: Aug 19th, 2024


Google NewsGoogle News

 મહિલા  ડોક્ટરોને રાખડી બાંધીને  કહ્યું, તમારી  સુરક્ષાની જવાબદારી અમે લઇશું 1 - imageવડોદરા,કોલકાતાની રેપ વિથ મર્ડરની ઘટનાના વિરોધમાં સયાજી હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટર્સ પણ છેલ્લા ત્રણ દિવસથી  હડતાળ પર ઉતર્યા છે. આજે ચોથા દિવસે મેલ ડોક્ટરોએ ફિમેલ ડોક્ટરોને રાખડી બાંધી તેઓની સુરક્ષાની જવાબદારી સરકાર નહીં લે તો પોતે લેશે,તેવી ખાત્રી આપી હતી.

મેડિકલ કોલેજ તથા હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટરોની સુરક્ષાના મુદ્દે દેશભરમાં ડોક્ટરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. હડતાળના પગલે સર્જરીઓ અટકી પડી છે. ડોક્ટરોની ગેરહાજરીમાં દર્દીઓને પરેશાન થવાનો વારો આવ્યો છે. ડોક્ટરોની વર્ષો જૂની માંગણી પ્રત્યે સરકાર બેદરકાર છે. જેના કારણે ડોક્ટર સમુદાય આ વખતે લડાયક મૂડમાં છે. ઇન સર્વિસ ડોક્ટરો પણ કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ વ્યક્ત કરી રહ્યા છે. આજે હડતાળના ચોથા દિવસે  પણ સરકાર તરફથી કોઇ જ પ્રતિસાદ મળ્યો નહતો. સયાજી હોસ્પિટલમાં અગાઉ રેલી, સૂત્રોચ્ચાર કરીને ડોક્ટરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આજે રક્ષાબંધનના દિવસે ડોક્ટરોએ અનોખી ઉજવણી કરી હતી.મેલ ડોક્ટરોએ ફિ મેલ ડોક્ટરોના હાથ પર રાખડી બાંધી તેઓની સુરક્ષા માટે પ્રાર્થના કરી હતી. તેઓએ એવી ખાત્રી આપી હતી કે, જો સરકાર તમારી સુરક્ષાની જવાબદારી નહીં લે તો અમે તમારી સુરક્ષાની જવાબદારી લેવા માટે તૈયાર છીએ.


Google NewsGoogle News