આજવા રોડ પર રેસર બાઇક દોડાવતા બે યુવાનો ઝડપાયા

પોલીસે બંને સામે ગુનો દાખલ કર્યો

Updated: Jan 29th, 2024


Google NewsGoogle News
આજવા રોડ  પર  રેસર બાઇક દોડાવતા બે યુવાનો ઝડપાયા 1 - image

વડોદરા,આજવા રોડ કમલા નગર તળાવ પાસે બાઇકમાં ગેરકાયદે સાયલેન્સર ફિટ કરીને બાઇક દોડાવતા બે યુવકોને બાપોદ  પોલીસે ઝડપી પાડી ગુનો દાખલ કરી વધુ તપાસ  હાથ ધરી છે.

 બાપોદ પોલીસનો સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન આજવા રોડ કમલા નગર તળાવ પાસે જાહેર રોડ પર બે સ્પોર્ટ્સ બાઇક પૂરઝડપે અને સાયલેન્સરના મોટા અવાજથી દોડાવતા બે બાઇક ચાલકોને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે સ્વપ્નીલ ચતુરભાઇ રોહિત ( રહે. શિવ શક્તિ સોસાયટી, ગોરવા) તથા અમરજીત અસરફી સહાની ( રહે. શ્રીજી આશ્રય, આજવા રોડ) ની સામે  ગુનો દાખલ કરી બંને બાઇક ડિટેન કરી હતી. બંને યુવાનોએ બાઇકમાં આર.ટી.ઓ.ની પરમિશન વિના ગેરકાયદે રીતે સાયલેન્સર ફિટ કર્યા હતા.


Google NewsGoogle News