કારેલીબાગમાં સ્કૂટર પર દારૃની ખેપ મારતા બે ખેપિયા પકડાયા,ઘેર દરોડો પાડતાં બીજાે દારૃ મળ્યો

Updated: Oct 25th, 2023


Google NewsGoogle News
કારેલીબાગમાં સ્કૂટર પર દારૃની ખેપ મારતા બે ખેપિયા પકડાયા,ઘેર દરોડો પાડતાં બીજાે દારૃ મળ્યો 1 - image

વડોદરાઃ કારેલીબાગ વિસ્તારમાં દારૃની હેરાફેરી કરતા બે યુવકોને પોલીસે ગઇસાંજે ઝડપી પાડયા છે.પોલીસે ત્યારબાદ પકડાયેલા ખેપિયાને ત્યાં દરોડો પાડતાં બીજી  બોટલો પણ મળી આવી હતી.

બે યુવકો સ્કૂટરમાં દારૃનો જથ્થો લઇને દારૃની ખેપ માટે નીકળ્યા હોવાની વિગતોને ગલે કારેલીબાગ પોલીસે વોચ રાખી ટાંકીની સામે પ્રેરક બંગલા સામે બંનેને અટકાવી સ્કૂટર ચેક કરતાં અંદરથી દારૃની ચાર બોટલ મળી હતી.

પોલીસે વિજય નરેશપાલ રાજપૂત (ફોર્ચ્યુન હાઇટ્સ,સમા) અને કેયૂર શશીકાન્ત ભાઇ રોહિત(પીએમ આવાસ.મંગલપાંડે રોડ) ની અટકાયત કરી વિજય પાસે રોકડા રૃ.૧૧ હજાર તેમજ બંને પાસે બે મોબાઇલ કબજે કર્યા હતા.કારેલીબાગ પોલીસે સમા પોલીસને સાથે રાખી વિજયના ઘેર દરોડો પાડતાં રૃ.૨૧૫૦૦ ની કિંમતની વધુ ૪૪ બોટલ મળી આવી હતી.જેથી તેની સામે સમા પોલીસ સ્ટેશનમાં પણ ગુનો નોંધાયો હતો.


Google NewsGoogle News