Get The App

૨૪ કલાકમાં હાર્ટ એટેકથી શહેરના બે યુવાનોના મોત થયા

દેણા ગામે ક્રિકેટ રમતા રમતા યુવક ઢળી પડયો : નોકરી જવા માટે તૈયાર થયેલા રેલવે કર્મચારીને એટેક આવતા મોત

Updated: Dec 30th, 2023


Google NewsGoogle News
૨૪ કલાકમાં હાર્ટ  એટેકથી શહેરના બે યુવાનોના મોત થયા 1 - image

વડોદરા, શહેર નજીકના દેણા ગામે ક્રિકેટ રમતા રમતા ૩૬  વર્ષના  યુવકની તબિયત બગડતા તે ગ્રાઉન્ડ પર જ સૂઇ ગયો હતો. તેને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવાયો હતો. પરંતુ, ડોક્ટરે તેનું મોત થયું હોવાનું જણાવ્યું હતું. હાર્ટ એટેકના કારણે જ તેનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે રેલવેના યુવાન કર્મચારીને પણ એટેક આવતા મોત થયું હતું.

મળતી માહિતી અનુસાર મૂળ મહારાષ્ટ્રના લાતુર ગામના નારાયણ નગરનો ૩૬ વર્ષનો  ૩૬ વર્ષનો સમ્યક હનુમંતરાવ ગાયકવાડ હાલ છાણી કેનાલ રોડ પર એલેમ્બિક વેદામાં રહે છે. નંદેસરી વિસ્તારની એક ખાનગી કંપનીમાં તે આસિસ્ટન્ટ મેનેજર તરીકે નોકરી કરતો હતો. ગત તા.૨૯ મી તારીખે રાત્રે ૧૦ વાગ્યે પોતાની કંપનીમાં નોકરી કરતા મિત્રો સાથે દેણા ગામે  ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમવા માટે ગયા હતા. તે ક્રિકેટ રમતા હતો ત્યારે અચાનક તેની  તબિયત બગડતા તે  જમીન પર સૂઈ ગયા હતા. તેની સાથે ક્રિકેટ રમતા તેના મિત્રો દોડી આવ્યા હતા. તેઓ સમ્યકને સમા સાવલી રોડની ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા. પરંતુ, તેનું મોત નિપજ્યું હતું. તેના મૃતદેહને પી.એમ.માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો હતો.

જ્યારે અન્ય એક બનાવમાં માંજલપુર વૈકુંઠધામ સોસાયટીમાં રહેતો ૩૭ વર્ષનો વિશાલ જનકભાઇ ભટ્ટ રેલવે કંટ્રોલ રૃમમાં ચિફ ટ્રેન ક્લાર્ક તરીકે નોકરી કરતો હતો. તેના પત્ની હાઉસ વાઇફ છે અને બ ેસંતાનો છે. આજે સવારે તે નોકરી જવા માટે તૈયાર થઇને ઘરેથી નીકળવાની તૈયારીમાં હતો. તે દરમિયાન અચાનક તેને છાતીમાં દુખાવો શરૃ થયો હતો. તેને રેલવે હોસ્પિટલમાં લઇ  જવામાં આવ્યો હતો. પરંતુ, તેનો જીવ બચી શક્યો નહતો. બંને  યુવકોના મોત હાર્ટ એટેકના કારણે જ તેનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે.


Google NewsGoogle News