વડોદરા અને આણંદમાંથી ચોરાયેલી કાર અને બે બાઇક સાથે બે શખ્સ પકડાયા

Updated: Mar 11th, 2024


Google NewsGoogle News
વડોદરા અને આણંદમાંથી ચોરાયેલી કાર અને બે બાઇક સાથે બે શખ્સ પકડાયા 1 - image

વડોદરાઃ વડોદરા અને આણંદમાંથી વાહનો ઉઠાવતી ગેંગ સાથે સંપર્કમા આવેલા બે યુવકને પોલીસે ઝડપી પાડી એક કાર અને બે મોટર સાઇકલ કબજે કર્યા છે.

વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમ દેણા ચોકડી પાસે હતી તે દરમિયાન કાર લઇને જતા રતિલાલ હાથીભાઇ રાઠોડ(કંથારીયા, આંકલાવ,આણંદ)ને અટકાવી તપાસ કરતાં આ કારના પેપર્સ મળ્યા નહતા.પૂછપરછ દરમિયાન ભેટાસીના હર્ષદ અભેસિંગ પરમારે આ કાર આપી હોવાની અને તેની પાસે બીજી બે બાઇક હોવાની વિગતો ખૂલતાં પોલીસે તેની પણ અટકાયત કરી હતી.

વધુ તપાસ દરમિયાન કાર ગોત્રીમાંથી તેમજ બે બાઇક લક્ષ્મીપુરા અને કઠલાલ ખાતેથી ચોરાયા હોવાની વિગતો ખૂલી હતી.આ વાહનોની ચોરીમાં આણંદના કિરણ દિલીપસિંહ રાજ અને રાજસ્થાનના ધર્મેશની સંડોવણી ખૂલતાં પોલીસે બંનેની તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News