Get The App

ઇન્સ્ટાગ્રામ, સ્નેપચેટથી સંપર્ક કરી વિદ્યાર્થિની પર દુષ્કર્મ ગુજારનાર ગોધરાના યુવાન સહિત બે ઝડપાયા

ધો-૧૨ સુધી અભ્યાસ કરનાર નિસર્ગ ચૌહાણે એન્જિનિયરિંગની વિદ્યાર્થિનીને ફસાવી હતી ઃ એક યુવતી હજી ફરાર

Updated: Aug 19th, 2024


Google NewsGoogle News
ઇન્સ્ટાગ્રામ, સ્નેપચેટથી સંપર્ક કરી  વિદ્યાર્થિની પર દુષ્કર્મ ગુજારનાર ગોધરાના યુવાન સહિત બે ઝડપાયા 1 - image

વડોદરા, તા.19 વડોદરા નજીક આવેલી યુનિવર્સિટીમાં એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતી ૧૯ વર્ષની વિદ્યાર્થિની પર સોશિયલ મીડિયાના સંપર્ક બાદ દુમાડ પાસેની હોટલમાં દુષ્કર્મ ગુજારનાર ગોધરાના યુવાન અને તેના મિત્રને ગોવાથી ઝડપી પાડવામાં આવ્યા છે.

આ અંગેની વિગત એવી છે કે વડોદરાના પૂર્વ વિસ્તારમાં રહેતી ૧૯ વર્ષની એક વિદ્યાર્થિની સાથે મિત્રતા ધરાવતી દિયા નામની યુવતીના કહેવાથી વિદ્યાર્થિનીએ ગોધરામાં રહેતા એક યુવાનની ઇન્સ્ટાગ્રામ પર ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકારી હતી. બાદમાં ગોધરાના યુવાન નિસર્ગ ચૌહાણે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર બીભત્સ વાતો ચાલુ કરી હતી અને આ વાતોના આધારે નિસર્ગે વિદ્યાર્થિનીને બ્લેકમેલ કરી તેના નગ્ન ફોટા મંગાવ્યા  હતાં. 

થોડા દિવસો  બાદ નિસર્ગ તેમજ તેનો મિત્ર યુનિવર્સિટી પહોંચી ગયા હતા અને વિદ્યાર્થિનીને કારમાં લઇ જઇ દુમાડ પાસેની એક હોટલમાં નિસર્ગે વિદ્યાર્થિની સાથે અકુદરતી સેક્સ કર્યું હતું અને બાદમાં સોશિયલ મીડિયામાં ન્યૂડ ફોટા તેમજ વીડિયો વાયરલ કરી ધમકી આપતા મંજુસર પોલીસમાં ગુનો દાખલ થયો હતો.

દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે નિસર્ગ અને તેનો મિત્ર બંને ગોવા ગયા છે જેથી પોલીસની એક ટીમ ગોવા પહોંચી ગઇ હતી અને બળાત્કાર ગુજારનાર નિસર્ગ વિપુલ ચૌહાણ (રહે.કલેક્ટર ઓફિસ પાસે, આનંદ કોલોની સામે, ગોધરા) અને તેના મિત્ર નીલરાજસિંહ ઉર્ફે સંજયકુમાર યશવંતસિંહ પુવાર (રહે.સરયુ અંકુલ સ્કૂલ પાસે, ભુરાવાવરોડ, ગોધરા)ને ઝડપી પાડયા હતાં.

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં નિસર્ગના પિતા ઝેરોક્સની દુકાન ધરાવે છે તેમજ પોતે ધોરણ-૧૨ સુધીનો અભ્યાસ કર્યો છે જ્યારે નીલરાજસિંેહે માત્ર ધોરણ-૧૦ સુધી અભ્યાસ કર્યો છે. બંને અપરિણીત છે. બંનેએ સોશિયલ મીડિયાના માધ્યમથી અન્ય કોઇ યુવતીઓને ભોગ બનાવી છે કે નહી તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. આ કેસમાં ફરાર દિયાને પણ પોલીસ શોધી રહી છે.




Google NewsGoogle News