Get The App

છાતીમાં ગભરામણ બાદ બે યુવાનના હોસ્પિટલમાં મોત

ભાયલી પાસે સાઇટ પર તેમજ વાઘોડિયારોડ પર ઘરમાં શ્વાસ લેવામાં તકલીફ બાદ સારવાર માટે ખસેડાયા હતા

Updated: Nov 5th, 2023


Google NewsGoogle News
છાતીમાં ગભરામણ બાદ બે યુવાનના હોસ્પિટલમાં મોત 1 - image

વડોદરા, તા.5 નાની ઉંમરે છાતીમાં ગભરામણ બાદ તબિયત બગડતા મૃત્યુના કિસ્સામાં વધારાની વચ્ચે વડોદરા શહેરમાં વધુ બે યુવાનોના છાતીમાં ગભરામણ બાદ કરૃણ મોત નિપજ્યાં હતાં.

પોલીસ અને હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના ફતેગંજ વિસ્તારમાં કમાટીપુરા ખાતે રહેતા સંતોષ રમેશભાઇ દેસાઇ(ઉ.વ.૪૭) ગઇકાલે ભાયલી પાસે આરનવિલા સાઇટ પર પોતાની સાઇટ સુપરવાઇઝરની નોકરી પર ગયા  હતાં. બપોરના સુમારે તેમની તબિયત અચાનક બગડી હતી અને ગભરામણ તેમજ શ્વાસ લેવામાં તકલીફ થતાં તાત્કાલિક ગોત્રી સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયા હતા જ્યાં ડોક્ટરોએ તેમનું મોત થયું હોવાનું જાહેર કર્યું હતું. આ અંગે તાલુકા પોલીસે એકસ્માત મોતની નોંધ કરી હતી.

અન્ય બનાવમાં વાઘોડિયારોડ પર નારાયણ સ્કૂલ પાસે શીવ હાઇટ્સ ખાતે રહેતો તત્સતકુમાર નરહરીપ્રસાદ ભટ્ટ(ઉ.વ.૩૭) ગઇકાલે બપોરે ૧૨ વાગે પોતાના ઘેર હતો ત્યારે અચાનક છાતીમાં ગભરામણ થતાં ૧૦૮ એમ્બ્યૂલન્સ દ્વારા સયાજી હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું  હતું. આ બનાવ અંગે પાણીગેટ પોલીસે નોંધ કરી હતી.




Google NewsGoogle News