મહારાષ્ટ્રથી ગાંજાનો જથ્થો લઇને આવતા અંકલેશ્વરના બે ઝડપાયા

બાઇક, મોબાઇલ, ગાંજાનો જથ્થો જપ્ત કરાયો ઃ અંકલેશ્વરના શખ્સે ગાંજો મંગાવ્યો હતો

Updated: Mar 30th, 2024


Google NewsGoogle News
મહારાષ્ટ્રથી ગાંજાનો જથ્થો લઇને આવતા    અંકલેશ્વરના બે ઝડપાયા 1 - image

દેડિયાપાડા તા.૩૦

દેડિયાપાડા તાલુકામાં ગુજરાત-મહારાષ્ટ્રની બોર્ડર પર પોલીસ ચેકિંગ દરમિયાન બાઇક પર ગાંજાનો જથ્થો લઇને આવતા અંકલેશ્વરના બે શખ્સોને પોલીસે ઝડપી પાડયા હતાં.

આ અંગેની વિગત એવી છે કે ડુમકલ ચેકપોસ્ટ ખાતે નર્મદા જિલ્લાની પોલીસ વાહન ચેકિંગ કરી રહી હતી. દરમિયાન મહારાષ્ટ્રના વડફળી તરફથી એક બાઇક પર બે શખ્સો આવતાં બંનેને રોકી તેમની પાસેની બેગ તપાસતાં અંદરથી ગાંજાનો જથ્થો મળ્યો હતો. આ જથ્થા અંગે બંને સંતોષકારક જવાબ ના આપી શકતાં પોલીસે બંને પાસેથી બે કિલો ગાંજાનો જથ્થો, બાઇક, બે મોબાઇલ મળી કુલ રૃા.૧.૩૦ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

ઝડપાયેલા બંને શખ્સોના નામ પૂછતાં દિપ્તેશ અશોક પટેલ (રહે.અંકલેશ્વર જીઆઇડીસી, પાનસો ક્વાર્ટર્સ) અને અલાઉદ્દીનખાન બસીરખાન પઠાણ (રહે.ઇન્દ્રાનગર, ગડખોલ પાટીયા પાસે, અંકલેશ્વર, મૂળ ચાંપાનેરરોડ, મસ્જિદ ફળિયું, સાવલી) જાણવા મળ્યું હતું. બંનેની ધરપકડ કરી પૂછપરછ કરતાં ગાંજાનો જથ્થો અંકલેશ્વરમાં મીરાનગર ખાતે રહેતા સુભાષ યાદવ ઉર્ફે ભંગારીયાએ મંગાવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે દેડિયાપાડા પોલીસે ઝડપાયેલા બંને શખ્સો સામે એનડીપીએસનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.




Google NewsGoogle News