Get The App

ફાઇનાન્સ કંપનીના માણસો હોવાનું કહી ઉઠાવી જવાયેલી બાઇક બે વર્ષે મળી

Updated: Apr 3rd, 2024


Google NewsGoogle News

વડોદરાઃફાઇનાન્સ કંપનીના માણસો હોવાનું કહી ઉઠાવી જવાયેલી બાઇક  બે વર્ષે મળી 1 - image કમાટીબાગ કાલાઘોડા પાસે ફાઇનાન્સ કંપનીના માણસો હોવાનું કહી બાઇક ઉઠાવી જનાર ત્રણ ગઠિયા સામે ગુનો નોંધાયો છે.

તરસાલી બ્રિજ પાસે પ્રિત ટેનામેન્ટ ખાતે ભરવાડવાસમાં રહેતા દિનેશભાઇ જોગરાણાએ પોલીસને કહ્યું છે કે,બે વર્ષ પહેલાં મારો ભાઇ બાઇક લઇને આવતો હતો ત્યારે કાલાઘોડા સર્કલ પાસે સ્કૂટી પર આવેલા બે શખ્સે મારા ભાઇને અટકાવી એલ એન્ડ ટી ફાઇનાન્સના માણસો છીએ,તમારા હપ્તા બાકી છે તેમ કહી બાઇક કબજે લીધી હતી.

તેમણે રાહુલગીરી નામના કોઇ શખ્સ સાથે વાત પણ કરી હતી.ત્યારબાદ મારો ભાઇ પૂના જતો રહેતાં ફરિયાદ કરી નહતી.આ બાઇક સયાજીગંજ પોલીસે સંજય ઉર્ફે સવા ગોકુળભાઇ ભરવાડ(સિકંદરપુરા, તા.વડોદરા)પાસે તાજેતરમાં કબજે કરી છે. જેથી ફાઇનાન્સના નામે બાઇક લઇ જનારાએ આ બાઇક બારોબાર વેચી દેતાં પોલીસે ગુનો નોંધ્યો છે.


Google NewsGoogle News