મહીસાગર નદીમાં બે મહિલાઓ કુદી પડી, એક મહિલાને બચાવી લીધી બીજીની શોધખોળ શરૂ

Updated: Sep 20th, 2023


Google NewsGoogle News
મહીસાગર નદીમાં બે મહિલાઓ કુદી પડી, એક મહિલાને બચાવી લીધી બીજીની શોધખોળ શરૂ 1 - image

image : Pixabay

વડોદરા,તા.20 સપ્ટેમ્બર 2023,બુધવાર

વડોદરા નજીક થી પસાર થતી મહીસાગરમાં આજે સવારે બે મહિલા કુદી પડી હોવાની જાણ થતા વડોદરા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી.

વડોદરા નજીક ફાજલપુર ખાતે આજે સવારે બે મહિલા કૂદી હોવાની વિગતો મળતા સ્થાનિક તરવૈયાઓ નાવીકો અને ફાયર બ્રિગેડ શોધખોળમાં લાગી ગયા હતા. જે પૈકી નાવીકોએ રંજનબેન નામની એક મહિલાને બચાવી લીધી છે.

આ મહિલાની સાથે મોંઘીબેન નામની બીજી મહિલાનો પતો નહીં લાગતા તેની શોધખોળ જાળવી રાખવામાં આવી છે. બંને મહિલા ક્યાની છે અને કયા કારણસર આ પગલું ભર્યું છે તેની તપાસ માટે પોલીસ પણ કામે લાગી છે.


Google NewsGoogle News