જેલરોડ પર વાંદરાઓની ટોળીનો આતંક મોપેડ પર નોકરી જતી બે મહિલા કોન્સ્ટેબલ રોડ પર ફંગોળાઇ

સ્થળ પરથી પસાર થતો કોન્સ્ટેબલ બંનેને સારવાર માટે સયાજીમાં લઇ ગયો

Updated: Oct 7th, 2023


Google NewsGoogle News
જેલરોડ પર વાંદરાઓની ટોળીનો આતંક   મોપેડ પર નોકરી જતી બે મહિલા કોન્સ્ટેબલ રોડ પર ફંગોળાઇ 1 - image

વડોદરા,છાણી હેડ ક્વાર્ટરથી કુબેરભવન નોકરી પર જતા સમયે અચાનક રોડ પર વાંદરાઓનું ઝુંડ આવી જતા બે મહિલ કોન્સ્ટેબલને ઇજા થઇ હતી. તે દરમિયાન ત્યાંથી પસાર થતા એક પોલીસ કોન્સ્ટેબલ તેઓને સારવાર માટે સયાજી  હોસ્પિટલમાં લઇ ગયો હતો.

કુબેર ભવન સ્થિત  મહિલાઓના યુનિટમાં નોકરી કરતા લક્ષ્મીબેન રાઠવા ( ઉ.વ.૨૬) તથા શિલાબેન ગામીત ( ઉ.વ.૩૦ ) આજે સવારે છાણી હેડ ક્વાર્ટર્સથી મોપેડ પર બેસીને નોકરી જતા હતા. જેલરોડ પરથી પસાર થતા સમયે રસ્તામાં અચાનક વાંદરાઓની ટોળી આવી જતા બંને મહિલા કોન્સ્ટેબલ રોડ પર ફંગોળાઇ  હતી. તે દરમિયાન  ગોરવા પોલીસ સ્ટેશનનો કોન્સ્ટેબલ ભાર્ગવ ગઢવી પોતાની કાર લઇને પસાર થતો હતો. અકસ્માતને જોતા તેણે  પોતાની કાર ઉભી કરી દીધી હતી. અને રસ્તા  પર ઇજાગ્રસ્ત  હાલતમાં  પડેલા બંને મહિલા કોન્સ્ટેબલને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ ગયો હતો. શિલાબેનને પીઠના ભાગે ફેક્ચર થયું છે અને ચહેરા પર ઇજા થઇ હતી. જ્યારે લક્ષ્મીબેનને ઘુંટણના ભાગે ઇજા પહોંચી હતી.ઉલ્લેખનીય છે કે, જાહેર માર્ગ પર રખડતી  ગાય,કૂતરા બાદ  હવે વાંદરાઓના કારણે પણ રાહદરીઓને ઇજા થઇ રહી છે


Google NewsGoogle News