એસ.ટી.બસમાં દારૃની હેરાફેરી કરતી બે મહિલા ઝડપાઇ

દારૃ સપ્લાય કરનાર આરોપી વોન્ટેડ

Updated: Jun 24th, 2024


Google NewsGoogle News
એસ.ટી.બસમાં દારૃની હેરાફેરી કરતી બે મહિલા ઝડપાઇ 1 - image

વડોદરા,એસ.ટી. બસમાં વિદેશી દારૃની  હેરાફેરી કરતી બે મહિલાઓને પીસીબી  પોલીસે ઝડપા પાડી દારૃની ૨૭૬ બોટલ કબજે કરી છે.

સયાજીગંજ સેન્ટ્રલ એસ.ટી.ડેપોમાં ગરબાડાથી આવેલી બસમાં બે મહિલાઓ વિદેશી દારૃ લઇને આવતી હોવાની માહિતી પીસીબી પોલીસને મળી હતી.જેથી,  પીસીબી પોલીસે સ્થળ પર જઇને તપાસ કરતા ગરબાડા નસવાડીની બસમાંથી બ્લૂ અને કોફી કલરનું ગાઉન પહેરેલી બે મહિલાઓ ઉતરતા તેઓની હિલચાલ શંકાસ્પદ લાગતા પોલીસે  ચેક કરતા  વિદેશી દારૃની ૨૭૬ બોટલ કિંમત રૃપિયા ૨૭,૬૦૦ ની મળી આવી હતી. જેથી, પોલીસે (૧) સુમીબેન વિરાભાઇ ખરાડ તથા (૨) નયનાબેન રૃમાલભાઇ ખરાડ ( બંને રહે. આણંદ બસ ડેપોની બાજુમાં, આણંદ, મૂળ રહે. તીતરીયું ફળિયું, તા. ગરબાડા, જિ. દાહોદ) ની સામે પ્રોહિબિશનનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે દારૃ સપ્લાય કરનારને વોન્ટેડ જાહેર કર્યો છે. પોલીસે આરોપીઓ પાસેથી દારૃની ૨૭૬ બોટલ, એક મોબાઇલ ફોન, રોકડા ૩૮૦ મળી કુલ રૃપિયા ૩૭,૯૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો છે.


Google NewsGoogle News