સવાદ ક્વાટર્સ નજીક દારૃની મહેફિલ માણતા બે ઝડપાયા

વાઘોડિયા રોડ પરથી વિદેશી દારૃ લઇને જતો આરોપી પકડાયો

Updated: Dec 1st, 2023


Google NewsGoogle News
સવાદ ક્વાટર્સ નજીક દારૃની મહેફિલ માણતા બે ઝડપાયા 1 - image

વડોદરા,સવાદ ક્વાટર્સ નજીક ભાડાના મકાનમાં દારૃની મહેફિલ ચાલતી હોવાના મેસેજના આધારે  પોલીસે રેડ કરતા બે નશેબાજ મળી આવ્યા હતા.

પાણીગેટ પોલીસ સ્ટેશનનો સ્ટાફ વિસ્તારમાં  પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન વાઘોડિયા રોડ ગોકુલ ટેનામેન્ટ સામે રોડ પર એક શખ્સ હાથમાં વજનદાર પ્લાસ્ટિકનો થેલો લઇને જતો હતો. તેના પર શંકા જતા પોલીસે તેને રોકી તપાસ કરતા તેની પાસેથી વિદેશી દારૃની ૫૨ બોટલ કિંમત રૃપિયા ૬,૮૦૦ ની મળી આવી હતી. જેથી, પોલીસે તેની સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

જ્યારે અન્ય એક બનાવમાં વારસિયા પોલીસને એક નાગરિકે ફોન કરીને જાણ કરી હતી કે, સવાદ ક્વાટર્સની અંદર દાદાશ્યામ સોસાયટી નજીક દિપક સિંધીના મકાનમાં કેટલાક છોકરાઓ દારૃની પાર્ટી કરે છે. જેથી,  પોલીસની ટીમે ઉપરોક્ત સ્થળે જઇને તપાસ  કરતા પાંચ વ્યક્તિઓ હાજર મળી આવ્યા હતા. જે  પૈકી હરિઓમ નારાયણદાસ ચૌધરી  તથા રામકેવલ છેદીલાલ ભારદ્વાજ ( બંને રહે. દિપક સિન્ધીના મકાનમાં ભાડેથી મૂળ રહે. યુ.પી.) નશો કરેલી હાલતમાં મળી આવ્યા હતા.  પોલીસે બંનેની સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Google NewsGoogle News