વડસર ગામ પાસે કારમાં દારૃની મહેફિલ માણતા બે ઝડપાયા

ત્રીજા યુવકે દારૃનો નશો કર્યો નહીં હોવાથી જવા દેવાયો

Updated: Jul 25th, 2024


Google NewsGoogle News

 વડસર ગામ પાસે કારમાં દારૃની મહેફિલ માણતા બે ઝડપાયા 1 - imageવડોદરા,વડસર ગામ પાસે કારમાં દારૃની મહેફિલ માણતા બે યુવકોને માંજલપુર  પોલીસે ઝડપી પાડયા છે.પોલીસે દારૃની અડધી બોટલ અને કાર કબજે કર્યા છે.

માંજલપુર પોલીસનો સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન માહિતી મળી હતી કે, વડસર ગામ પાસે દર્શનમ વોટર વેલી નામની નવી બંધાતી સાઇટ નજીક કેટલાક લોકો કારમાં દારૃની મહેફિલ માણી રહ્યા છે. જેથી, પોલીસે ઉપરોક્ત સ્થળે જઇને તપાસ કરતા કારમાં દારૃની મહેફિલ માણતા હોવાનું જણાઇ આવ્યું હતું. કારમાંથી  ત્રણ યુવકો મળી આવ્યા હતા.  જે પૈકી પ્રતિક રાજેન્દ્રભાઇ પટેલ ( રહે. વલ્લભ રેસિડેન્સી, વડસર ગામ, મૂળ  રહે. બુવા ગામ, તા.આમોદ, જિ. ભરૃચ) દારૃનો નશો કર્યો નહી હોવાનું જણાઇ આવતા પોલીસે તેને જવા દીધો હતો. જ્યારે અન્ય બે યુવકો ભાવેશ પ્રવિણભાઇ પટેલ ( રહે. આમોદ ગામ, તા. આમોદ, જિ.ભરૃચ)  તથા જયેન્દ્ર ભોગીલાલ પટેલ (રહે. વલ્લભ રેસિડેન્સી, મૂળ રહે. બુવા ગામ) દારૃના નશામાં જણાઇ આવતા પોલીસે તેઓની સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Google NewsGoogle News