Get The App

અમદાવાદથી ચોરેલી બાઇક સાથે વડોદરામાં વાહનચોર પકડાયો,બીજાે પણ એક રીઢો વાહનચોર ઝબ્બે

Updated: Oct 22nd, 2024


Google News
Google News
અમદાવાદથી ચોરેલી બાઇક સાથે વડોદરામાં વાહનચોર પકડાયો,બીજાે પણ એક રીઢો વાહનચોર ઝબ્બે 1 - image

વડોદરાઃ વડોદરા પોલીસે આજે જુદાજુદા વિસ્તારમાંથી બે વાહનચોરોને ઝડપી પાડી બે મોટર સાઇકલો કબજે  કરી હતી.

ક્રાઇમ બ્રાન્ચની ટીમે આજવારોડ પર નંબર પ્લેટ વગરની મોટરસાઇકલ સાથે જશપાલસિંગ જીવણસિંગ સિકલીગર(દત્ત નગર,આજવા રોડ)ને ઝડપી પાડી પૂછપરછ કરતાં તેણે ત્રણ દિવસ પહેલાં અમદાવાદના કાલુપુર સ્ટેશન પાસેથી મોટર સાઇકલ ચોરી હોવાની વિગતો ખૂલી હતી.ગયા વર્ષે પણ તે હરણીમાં બુલેટ ચોરીના કેસમાં પકડાયો હતો.

આવી જ રીતે ડીસીપી પન્ના મોમાયાની સૂચના મુજબ વાહનચોરો પર નજર રાખતી હરણી પોલીસે અમિતનગર સર્કલ પાસેથી ત્રણ દિવસ પહેલાં ચોરાયેલી એક મોટર સાઇકલના ફૂટેજ તપાસ્યા બાદ આધેડવયના અઠંગ ચોર સામંતસિંહ જુવાનસિંહ રાઠોડ(શેખપુરા,તા.શહેરા,પંચમહાલ)ને ઝડપી પાડતાં કોર્ટે તેને જ્યુ.કસ્ટડીમાં મોકલી આપ્યો છે.સામંતસિંહ સામે અગાઉ જુદાજુદા નવ ગુના નોંધાયા છે.

Tags :
vadodaracrimetwovehiclethievescaught

Google News
Google News