કાશ્મીરમાં પાકિસ્તાન બોર્ડર પાસે રહેતાં બે સગીરોનું ઓનલાઇન ફ્રોડ

દાહોદ જિલ્લા પોલીસે સુરણકોટ પહોંચી ત્રણને ઝડપ્યા ઃ સાયબર ક્રાઇમમાં સગીરોની સંડોવણી જોઇ પોલીસ ચોંકી

Updated: Mar 4th, 2024


Google NewsGoogle News
કાશ્મીરમાં પાકિસ્તાન બોર્ડર પાસે રહેતાં બે સગીરોનું ઓનલાઇન ફ્રોડ 1 - image

દાહોદ તા.૪ દાહોદ પોલીસે સાયબર ક્રાઇમ કેસમાં જમ્મુ-કાશ્મીરના સંવેદનશીલ ગણાતા એલઓસી (લાઇન ઓફ કંટ્રોલ) પાકિસ્તાન બોર્ડર નજીક સુરણ ગામમાં દાહોદના ઓનલાઇન ફ્રોડ કેસમાં બે બાળકો સહિત ત્રણની અટકાયત કરી ૧૦૦ ટકા રકમની રિકવરી પણ કરી છે.

આ અંગેની વિગત એવી છે કે નવેમ્બર-૨૦૨૩માં ડ્રીમ ઇલેવન મોબાઇલ એપ્લિકેશનમાં ટોપ રેન્કિંગમાં લઇ જઇ કરોડો રૃપિયાની લાલચ આપી સાયબર ઠગે પ્રથમ ઇન્સ્ટાગ્રામના માધ્યમથી લીમખેડાના યુવકનો સંપર્ક કર્યો હતો. યુવકને વિશ્વાસમાં લઇ ટુકડે ટુકડે રૃા.૧.૮૪ લાખ પડાવી લીધા હતાં. પૈસા કમાવવાની લાલચમાં મોટી રકમ ગુમાવતા લીમખેડાના યુવકે સાયબર ક્રાઇમની હેલ્પલાઇન ૧૯૩૦ ઉપર કોલ કરી ફરિયાદ નોંધાવી હતી.

આ કેસની તપાસ માટે એસપી રાજદીપસિંહ ઝાલાએ એએસપીની આગેવાનીમાં એક ટીમ બનાવી તપાસ હાથ ધરતાં ભેજાબાજોનું લોકેશન જમ્મુ કાશ્મીરના પુંચ જિલ્લામાં મળ્યું હતું. આરોપીઓને પકડવા માટે ટીમ નક્કી થઇ હતી પરંતુ કાશ્મીરમાં બોંબ વિસ્ફોટ થતાં આરોપીઓને પકડવાનું ઓપરેશન મુલતવી રાખવું પડયું હતું. બાદમાં એક મહિના પછી જમ્મુ-કાશ્મીર પોલીસ દ્વારા ગ્રીન સિગ્નલ મળતાં એક ટીમ જમ્મુ-કાશ્મીરના સુરણકોટ પહોંચી હતી.

પોલીસ કાળજીપૂર્વક આરોપી પાસે પહોંચી ત્યારે આશ્ચર્યમાં પડી ગઇ હતી કારણકે સાયબર ફ્રોડ કરનાર ૧૬ અને ૧૭ વર્ષના બે સગીર હતાં. પોલીસે બંને સગીર તેમજ અન્ય એક શખ્સ સહિત ત્રણની અટકાયત કરી ત્રણેને લઇ દોહાદ આવવા નીકળી હતી.




Google NewsGoogle News