કરજણના ખાંધા ગામે ઝાડ પડતા બે બહેનો દબાઇ ગઇ

એક બહેનને માથે ૧૫ ટાંકા આવ્યા, બીજી બહેનને આંગળીઓ પર ગંભીર ઇજા

Updated: Nov 26th, 2023


Google NewsGoogle News
કરજણના ખાંધા ગામે ઝાડ પડતા બે બહેનો દબાઇ ગઇ 1 - image

વડોદરા,રવિવારે સવારે ભારે પવન સાથે વરસાદ  શરૃ થતા કરજણના કાંધા ગામે ઝાડ પડતા બે બહેનોને ગંભીર ઇજા થતા સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવી હતી.

 મળતી માહિતી મુજબ, મૂળ એમ.પી.નો શ્રમજીવી  પરિવાર  હાલમાં કરજણ તાલુકાના ખાંધા ગામે મજૂરી કામ કરે છે. આજે સવારે પરિવારના માતા પિતા મજૂરી કામ માટે ગયા હતા. અને બે બહેનો ઝાડ નીચે રમતી  હતી. તે દરમિયાન અચાનક ભારે પવન સાથે વરસાદ તૂટી પડયો હતો. જેના કારણે ઝાડ તૂટીને ધરાશાયી થતા નીચે રમતી ચાર વર્ષ અને  પાંચ વર્ષની બે બહેનો દબાઇ ગઇ હતી. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલી બંને બહેનોને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. નાની બહેનને માથામાં ૧૫ ટાંકા આવ્યા હતા. જ્યારે મોટી બહેનને ડાબા હાથની આંગળીઓ પર ગંભીર ઇજા થઇ હતી.


Google NewsGoogle News