Get The App

વડોદરામાં ગાજરાવાડીના ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આગ લાગતા બે શેડ ખાક

Updated: Dec 12th, 2023


Google NewsGoogle News
વડોદરામાં ગાજરાવાડીના ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આગ લાગતા બે શેડ ખાક 1 - image

વડોદરા,તા.12 ડિસેમ્બર 2023,મંગળવાર

ગાજરાવાડી વિસ્તારમાં આવેલા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં લાગેલી આગના બનાવમાં બે શેડ ખાક થઈ ગયા હતા.

ડભોઇ રોડ ખાતેના આનંદ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ મા ગઈકાલે મધરાત બાદ આગ લાગી હોવાનું મનાય છે. ક્રિષ્ના ગુડ ડેકોર નામની ફર્નિચરની પટ્ટીઓ બનાવતી કંપની લાગેલી આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.

ઝડપથી ફેલાયેલી આગ બાજુમાં આવેલી બ્લુ જેમ કંપનીના શેડમાં પણ પહોંચી હતી. પરંતુ ફાયર બ્રિગેડ આવી જતા આગ આગળ વધતા અટકાવી હતી.

વડોદરામાં ગાજરાવાડીના ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આગ લાગતા બે શેડ ખાક 2 - image

આઠ ફાયર ફાઈટર ત્રણ કલાક સુધી આગ કાબુમાં લેવા માટે કામે લાગ્યા હતા. જ્યારે ચાર ફાયર ઓફિસર અને 30 ફાયરના જવાનો કામગીરીમાં જોડાયા હતા.


Google NewsGoogle News