છાસીયા ગામ પાસે બાઇક પર દાકૂની હેરાફેરી કરતા બે શખ્સ ઝડપાયા

Updated: Oct 24th, 2023


Google NewsGoogle News
છાસીયા ગામ પાસે બાઇક પર દાકૂની હેરાફેરી કરતા બે શખ્સ ઝડપાયા 1 - image


અન્ય ૮ શખ્સ ફરાર, કુલ કૂ.૯.૯૧ લાખનો મુદ્દામાલ જપ્ત

દાહોદ: દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના છાસીયા ગામે અનાસ નદી ઉપર જવાના માર્ગ ચોકડી પાસે બાઇક ઉપર જવાતાવિદેશી દાકૂની હેરાફેરી કરતા અને કારમાં પાયલોટીંગ કરી રેલા ૧૦ શખ્સોનો પોલીસે પીછો કરતા દશ પૈકી બે શખ્સ ઝડપાઇ ગયા હતા.તેઓની પાસેથી કૂ.૩૫,૮૦૦ નો દાકૂનો જથ્થો તથા સ્થળ પરથી ત્રણ બાઇક મળી કુલ કૂ.૯,૯૧,૩૦૦ નો મુદ્દામાલ કબજે લીધો હતો.અન્ય શખ્સો અને પાયલોટીંગ કરી રહેલી કારનો ચાલક ફરાઇ ગયો હતો. 

 ગત તા.૨૩મના રોજ જયેશ ભાઈ  ગારી, જીતેન્દ્રભાઈ ઉર્ફે જીતુભાઈ  ગારી, રજનીભાઈ ગારી, રમેશભાઈ કલાલ, નૈનેશભાઈ  ડામોર, રાહુલભાઈ  ગરાસીયા, સુનીલભાઈ  ગારી, ભાવેશભાઈ ગારી, રોહિતભાઈ  ગારી અને જીગરભાઈ  ગારી વિદેશી દાકૂની હેરાફેરી કરતાં હતાં .તે સમયે શખ્સો વિદેશી દાકૂનો જથ્થો લઈ ત્રણ બાઇકપર સવાર થઈ અને એક કારમાં પાયલોટીંગ કરી  છાસીયા ગામેથી પસાર થઈ રહ્યાં હતાં.તે સમયે પોલીસે તેઓનો પીછો કરતાં  ૧૦ ઈસમો પૈકી ૦૮ શખ્સો જેમાં પાયલોટીંગ કરી રહેલી કારનો ચાલક નાસી ગયો હતો જ્યારે જયેશભાઈ શંકરભાઈ ગારી અને જીતેન્દ્રભાઈ ઉર્ફે જીતુભાઈ રાજુભાઈ ગારીને પોલીસે પીછો કરી ઝડપી પાડયાં હતાં.

પોલીસે સ્થળ પરથી ૦૩  બાઇક અને વિદેશી દાકૂની કુલ બોટલો  કૂા. ૩૫,૮૦૦ના પ્રોહી જથ્થા સાથે ૦૨ મોબાઈલ  અને ૦૩ બાઇક મળી કુલ કૂા. ૧,૯૧,૩૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.આ સંબંધે ઝાલોદ પોલીસે  ૧૦  શખ્સો વિકૂધ્ધ પ્રોહીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 


Google NewsGoogle News