Get The App

શહેરમાં લોકોને ધમકાવી હુમલા કરતા બે શખ્સ પકડાયા,ટ્રક ચાકને એરગન બતાવી હુમલો કર્યો હતો

Updated: Aug 23rd, 2024


Google NewsGoogle News
શહેરમાં લોકોને ધમકાવી હુમલા કરતા બે શખ્સ પકડાયા,ટ્રક ચાકને એરગન બતાવી હુમલો કર્યો હતો 1 - image

વડોદરાઃ શહેરમાં લોકોને ડરાવી હુમલો કરવાના  બનાવમાં સંડોવાયેલા બે શખ્સને પોલીસે ઝડપી પાડયા છે.જ્યારે ત્રીજા એક સાગરીતની તપાસ કરવામાં આવી રહી છે.રાવપુરા પોલીસ બંનેની ધરપકડ કરશે.

પ્રદર્શન મેદાન નજીક ક્રાઇમ બ્રાન્ચની ટીમને જોઇ બે બાઇક પર બે યુવક ભાગવા જતાં પોલીસે બંનેને અટકાવ્યા હતા અને તપાસ કરતાં એક બાઇકની ડિકિમાંથી છરી મળી હતી.જ્યારે બંને પાસે ત્રણ ફોન પણ મળ્યા હતા.

પોલીસે બંનેની તપાસ કરતાં તેમના નામ રાજેશ ઉર્ફે રાજા મિનેષભાઇ ડામોર (ચોખંડી નાની શાકમાર્કેટ પાસે અને વિશ્વામિત્રી રોડ,અવધૂત ફાટક પાસે મૂળ જેતપુર,ઝાલોદ) તેમજ વિજય ભુરસિંગ ભુરિયા(કલાલી રોડ ચાણક્યપુરી વુડાના મકાનમાં,મૂળ ચારમાળિયા ગામ,ઝાલોદ)    હોવાનું જાણવા મળ્યું હતું.

વધુ પૂછપરછ દરમિયાન દસેક દિવસ પહેલાં વાહનોથી ધમધમતા આરાધના સિનેમા માર્ગ પર એક ટ્રક ડ્રાઇવરને આંતરીને રમકડાંની એરગન વડે કાચ તોડી હુમલો કરનાર ત્રિપુટીમાં બંને સાગરીતો સામેલ હોવાનું ખૂલ્યું હતું.આ ઉપરાંત કોઠી પાસે બીએસએનએલ ની ઓફિસ નજીક એક વ્યક્તિને રોકીને રાજેશ અને બીજા સાગરીતે મોબાઇલ આંચકી લીધો હોવાની પણ વિગતો ખૂલી હતી.જ્યારે અકોટા  બ્રિજ પાસે રાત્રે ઝઘડો થતાં રાજેશે ચાકુ ફેરવતાં કેટલાક લોકોને ઇજા થઇ હોવાની માહિતી જાણવા મળી હતી.


Google NewsGoogle News