વડોદરા શહેરના ફતેગંજ અને આજવા રોડ પર અકસ્માતમાં બે વ્યક્તિને ઈજા

Updated: Oct 4th, 2023


Google NewsGoogle News
વડોદરા શહેરના ફતેગંજ અને આજવા રોડ પર અકસ્માતમાં બે વ્યક્તિને ઈજા 1 - image

વડોદરા,તા.4 ઓક્ટોબર 2023,બુધવાર

વડોદરા શહેરના ફતેગંજ અને આજવા રોડ પર અકસ્માતમાં બે વ્યક્તિને ઈજા પહોંચી હતી. ઉપરાંત પંચમહાલ જિલ્લાના વાલમપુર ગામે બાઈક તથા ચાલક ઘવાયો હતો.

અકસ્માતના પ્રથમ બનાવની મળતી વિગત મુજબ ફતેગંજના ઊર્મિ ફ્લેટમાં રહેતા 35 વર્ષના વાલ્સંગ નાયર રાત્રે 8:40 વાગ્યે ફતેગંજ પેટ્રોલ પંપ પાસેથી ચાલતા જતા હતા ત્યારે અજાણ્યા વાહને ટક્કર મારી હતી.

અકસ્માતના બીજા બનાવની મળતી વિગત મુજબ આજવા રોડ કમલા નગર તળાવ પાસે બાઈક સ્લીપ થતા મેઘદીપ ઉપેન્દ્ર ઝાલા ઉમર 37 રહે ભદ્ર કચેરી પાણીગેટ જૂનીગઢીને ઈજા પહોંચી હતી

અકસ્માતના ત્રીજા બનાવની મળતી વિગત મુજબ પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ખટકપુર ગામના કડવી ફળિયામાં રહેતા લાલાભાઇ સોમાભાઈ સંગાડા 32નું બાઇક વાલમપુરા ગામ નજીક સ્લીપ થતાં ઇજા પહોંચી હતી.


Google NewsGoogle News