વડોદરામાં માર્કેટ ચાર રસ્તા પાસેથી વિદેશી દારૂ સાથે બે શખ્સ ઝડપાયા : રૂ.1.79 લાખનો મુદ્દામાલ કબજે

Updated: Jul 9th, 2024


Google NewsGoogle News
વડોદરામાં માર્કેટ ચાર રસ્તા પાસેથી વિદેશી દારૂ સાથે બે શખ્સ ઝડપાયા : રૂ.1.79 લાખનો મુદ્દામાલ કબજે 1 - image

image ; Freepik

Liquor Crime in Vadodara : વડોદરા શહેરના માર્કેટ ચાર રસ્તા પાસે વિદેશી દારૂનો જથ્થા સાથે બે શખ્સોને પીસીબીની ટીમે ઝડપી પાડ્યા હતા. છોટાહાથી ટેમ્પામાં દારૂ ભરીને બુટલેગરને આપવા માટે આવ્યો હતો. જેથી પીસીબીએ વિદેશી દારૂ, ત્રણ મોબાઇલ અને ટેમ્પો મળી રૂ.1.79 લાખનો મુદ્દામાલ કબજે કરી રાવપુરા પોલીસને સોંપવામાં આવ્યો છે. 

વડોદરા શહેરમાં પીસીબીની ટીમે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે સુવાલાલ ઉર્ફે શિવાલાલ કહાર પોતાના ટેમ્પામાં વિદેશી દારૂનો જથ્થો લઇને માર્કેટ ચાર રસ્તા પાસે ડાલસન ઘડિયાળની ગલીમાં નરેશ ઉર્ફે ભુરીયા કહારને આપવાના આવવાનો છે. જેના આધારે પીસીબીની ટીમે સોમનાથ વીલા ફ્લેટની સામે વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમી મુજબને ટેમ્પો આવીને ઉભો હતો ત્યારબાદ નરેશ ઉર્ફે ભુરીયો ત્યાં આવતા વેંત જ પીસીબીની ટીમે બંનેને ઝડપી પાડ્યા હતા. બંને સાથે રાખીને ટેમ્પામાં તપાસ કરી હતી ત્યારે 17 હજારનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. જેથી પીસીબીએ વિદેશી દારૂ, ત્રણ મોબાઇલ અને છોટાહાથી ટેમ્પો મળી 1.79 લાખનો મુદ્દામાલ કબજે કરીને આગળની કાર્યવાહી માટે રાવપુરા પોલીસ સ્ટેશનમાં સુપ્રત કરાયો હતો.


Google NewsGoogle News