વડોદરામાં મચ્છી પીઠના મકાનમાંથી 5 લાખના MD ડ્રગ્સ સાથે બે પેડલર પકડાયા

Updated: May 24th, 2024


Google NewsGoogle News
વડોદરામાં મચ્છી પીઠના મકાનમાંથી 5 લાખના MD ડ્રગ્સ સાથે બે પેડલર પકડાયા 1 - image


Drugs in Vadodara : વડોદરા શહેરમાંથી ફરી એકવાર પાર્ટી ડ્રગ્સનો જથ્થો પકડાતા એસઓજીએ બે ડ્રગ્સ પેડલરને ઝડપી પાડી પૂછપરછ હાથ ધરી છે. 

વડોદરા શહેર પોલીસ દ્વારા મિશન ક્લીન અંતર્ગત ડ્રગ્સ માટે અવેરનેસ તેમજ ડ્રગ્સનું વેચાણ કરતા કેરિયરોને પકડવાનું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જેને કારણે વારંવાર ચરસ, ગાંજો તેમજ પાર્ટી ડ્રગ્સ એમડી પકડાઈ રહ્યા છે. 

મચ્છી પીઠ વિસ્તારમાં એક મકાનમાં એમડી ડ્રગ્સનું વેચાણ થતું હોવાની વિગતો મળતા એસઓજી પોલીસે સવારે દરોડો પાડયો હતો. પોલીસે રૂ.પાંચ લાખની કિંમતનું 50 ગ્રામ એમડી ડ્રગ્સ ઝડપી પાડી મોહમ્મદ હમઝા તેમજ ફૈજાન નામના બે પેડલરની અટકાયત કરી છે.


Google NewsGoogle News