Get The App

ખનિજની બિનઅધિકૃત હેરાફેરી કરતા વધુ બે ડમ્પરો સિઝ કરાયા

Updated: Nov 21st, 2024


Google NewsGoogle News
ખનિજની બિનઅધિકૃત હેરાફેરી કરતા વધુ બે ડમ્પરો સિઝ કરાયા 1 - image


ગાંધીનગરના માર્ગો ઉપરથી ભુસ્તર તંત્ર દ્વારા

રેતી-કપ્ચી ભરેલા વાહનો સહિત કુલ ૪૫ લાખનો મુદ્દામાલ જપ્ત : ઝુંબેશ સઘન બનાવવામાં આવશે

ગાંધીનગર :  ગાંધીનગરની સાબરમતી નદીમાંથી રેતી ચોરીની ઘટના વધી રહી છે તે વચ્ચે ભુસ્તર તંત્ર દ્વારા પણ ખાસ પગલા ભરવામાં આવી રહ્યા છે. નદીમાં જાય ત્યારે બાતમી મળી જવાને કારણે આ ચોર ભાગી જાય છે ત્યારે હવે રોડ ઉપર ચેકીંગ વધારીને રોયલ્ટી પાસ વગર ખનીજની હેરાફેરી કરતા તત્વો સામે લાલ આંખ કરવામાં આવી છે.

ગાંધીનગર કલેક્ટરની માર્ગદર્શન અને મદદની ભૂસ્તરશાી પ્રવિણસિંહની સુચના હેઠળ ગાંધીનગર જિલ્લા ભુસ્તર તંત્રરની ટીમ દ્વારા મોડી રાતથી સવાર સુધી, ગાંધીનગર જિલ્લાના માર્ગો ઉપર આકસ્મિક ચેકિંગ દરમિયાન ખનીજના બિનઅધિકૃત વહનના કુલ બે વાહન  સીઝ કરી કુલ ૪૫ લાખ રૃપિયાનો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો છે.એટલુ જ નહીં, આ બંને વાહનોના માલિકો વિરુદ્ધ ગુજરાત મિનરલ (પ્રિવેન્શન ઓફ ઇલ્લીગલ માઈનીંગ ટ્રાન્સપોર્ટેશન અને સ્ટોરેજ) નિયમ હેઠળ દંડકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.તો આગામી દિવસો દરમ્યાન ભુસ્તર કચેરીની ટીમો દ્વારા સાબરમતી નદી ઉપરાંત અન્ય નદીના પટમાં આકસ્મિક તપાસ કરવામાં આવશે. સાથે સાથે ચેકપોસ્ટ ખાતે પણ ખાસ તપાસ કરવામાં આવશે.તો ગાંધીનગરની હદના હાઇવે માર્ગો ઉપર પણ ટીમ દ્વારા ચેકીંગ કરવામાં આવશે. જેમાં રોયલ્ટી પાસ વગર રેતી સહિતના ખનીજની હેરાફેરી કરનાર તત્વોને પકડીને તેમના વાહનો જપ્ત લેવા ઉપરાંત દંડનીય કાર્યાવહી પણ કરવામાં આવશે.


Google NewsGoogle News