Get The App

ખંડણી માંગવા ટેવાયેલા કિશન રાજપૂત સામે વધુ બે ગુના દાખલ

ન્યૂઝ ચેનલના માલિકને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી પાંચ લાખની માંગણી

Updated: Nov 12th, 2023


Google NewsGoogle News
ખંડણી માંગવા ટેવાયેલા કિશન રાજપૂત સામે વધુ બે  ગુના દાખલ 1 - image

વડોદરા,સાપ્તાહિકના ઓથા હેઠળ લોકો પાસેથી ખંડણી વસુલતા કહેવાતા પત્રકાર બંધુ સામે ખંડણીના વધુ બે ગુના વાડી પોલીસ સ્ટેશનમાં દાખલ થયા છે. તે પૈકી એક આરોપી સામે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ખંડણીનો ગુનો તાજેતરમાં જ દાખલ થયો છે. તેમાં પણ તે  હજી પકડાયો નથી.

 ચોખંડી દાલિયાવાડીમાં  રહેતા જતીન હસમુખભાઇ પંચાલ ફેબ્રિકેશનનો ધંધો કરે છે. તેમજ લોકલ ન્યૂઝ ચેનલ ચલાવે છે. વાડી પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, નિઝામપુરા અર્પણ કોમ્પલેક્સમાં કિશન રાજપૂત   તથા કૈલાસ રાજપૂત સાપ્તાહિક ચલાવે છે.  અંદાજે ત્રણ મહિના પહેલા તેણે અમારા વિરૃદ્ધ ગંદા આક્ષેપો કરી પોલીસ અધિકારીઓ તથા સરકારી  અધિકારીઓ અને બૂટલેગરો સાથે નામ જોડીને વિગતો છાપી હતી. તેમજ અમારા વિસ્તારના આતિશ ઠાકોરના સામે પણ આક્ષેપો કરતી વિગતો લખી હતી. આતિશ તથા તેનો મિત્ર સંદિપ કિશન રાજપૂતની ઓફિસે મળવા ગયા હતા અને કહ્યુ ં હતું કે, તું કેમ અમારી ખોટી વિગતો લખે છે. ત્યારે કિશન તથા કૈલાસે  જણાવ્યું હતું કે,તમે જતીન પંચાલ સાથે સંબંધ રાખો છો. મારી સાથે વ્યવહાર રાખતા નથી. તમારે ધંધો કરવો હોય તો રૃપિયા આપવા  પડશે. આતિશ અને સંદિપે કહ્યું હતું કે, અમે દારૃનો કોઇ ધંધો કરતા નથી. ત્યારે  તેઓએ કહ્યું હતું કે, જતીન  પંચાલને કહી દેજો કે, તેેને બદનામ કરીશું. જો તેમ થવા દેવું ના હોય તો અમને પાંચ લાખ આપી દે. નહીતર દારૃ પકડાશે તો વિજીલન્સમાં કહીને તેનું નામ  દારૃના કેસમાં ખોલાવી દઇશ.

મહિલાને હાથો બનાવી ૧૫ લાખની ખંડણી માંગી

વિજીલન્સમાં કહી દારૃના કેસમાં નામ ખોલાવી દેવાની ધમકી

વડોદરા,જતીન પંચાલે નોંધાવેલી અન્ય એક ફરિયાદમાં  જણાવ્યું છે કે, કિશન રાજપૂત અને કૈલાસ રાજપૂતે જતીન  પંચાલના ઘર પાસે રહેતી  હિરલ પરમાર  નામની યુવતીને લાલચ આપી મારી સામે અરજીઓ કરાવી હતી. અને કિશનના કહેવાથી યુવતીએ ૧૫ લાખની માંગણી કરી હતી. ત્યારબાદ યુવતીને જાણ થઇ કે, કિશન તેને ગેરમાર્ગે દોરી રહ્યો છે. ત્યારે તેણે જાતે  પોલીસ સ્ટેશનમાં જઇને સમગ્ર  હકીકત જણાવી હતી.  જેથી, હિરલની અરજી ફાઇલ કરી દેવામાં આવી હતી.  આ અરજી અંગે કિશનને મળવા ગયેલા કરણી સેનાના સાગરની સામે પણ કિશને એવું કહ્યું હતું કે, જતીન  પંચાલ પૈસા નહીં આપે તો મારી ઓફિસમાં ઘણી મહિલાઓ કામ કરે છે. તેમના મારફતે જતીન વિરૃદ્ધ છેડતી  તથા બળાત્કારની ખોટી ફરિયાદ કરાવી દઇશ.




Google NewsGoogle News