બીજા લગ્ન કરનાર બનેવીની હત્યા કરનાર વધુ બે સાળા પકડાયા

Updated: Jun 22nd, 2024


Google NewsGoogle News
બીજા લગ્ન કરનાર બનેવીની હત્યા કરનાર વધુ બે સાળા પકડાયા 1 - image

Murder Case in Vadodara : બીજા લગ્ન કરનાર અબ્દુલ સાજીદ ઉર્ફે ચંદુની હત્યા કરવાના બનાવમાં તેના વધુ બે સાળાને પોલીસે ઝડપી પાડ્યા છે.

તુલસીવાડી સયાજીનગરમાં રહેતા અબ્દુલ સાજીદ ઉર્ફે ચંદુ શેખે રહીતા તીજીએ શબનમ નામની યુવતી સાથે બીજા લગ્ન કરતા શબનમના ભાઈઓએ બહેનને પાછી આપી દેવા માટે કહ્યું હતું. પરંતુ અબ્દુલ સાજીદ નહી માનતા બે દિવસ અગાઉ રાત્રે શબનમના ત્રણ ભાઈઓ તેમજ એક સાગરીતે તીક્ષણ હથિયારના ઘા ઝીંકી ચંદુની હત્યા કરી હતી. 

આ બનાવમાં ક્રાઈમ બ્રાન્ચે ગઈકાલે ચંદુના સાળા અવેશ ઉર્ફે ઉવેશ તેમજ તેના મિત્ર રિયાજની ધરપકડ કરી હતી. જ્યારે ફરાર થઈ ગયેલા બીજા બે સાળા જીલાની શેખ અને ઉંમર શેખને પણ મોડી રાતે ઝડપી પાડ્યા છે.


Google NewsGoogle News