Get The App

જેલમાં એલઇડી બલ્બમાં સંતાડી રાખેલા બે મોબાઇલ કબજે

મોબાઇલ ફોન જેલમાં કઇ રીતે આવ્યો, તેની તપાસ કરવા જેલરની ફરિયાદ

Updated: Nov 21st, 2023


Google NewsGoogle News
જેલમાં એલઇડી બલ્બમાં સંતાડી રાખેલા બે મોબાઇલ કબજે 1 - image

 વડોદરા,સેન્ટ્રલ જેલમાં બંધ એલઇડી બલ્બમાં સંતાડી રાખેલા બે મોબાઇલ ફોન ઝડતી સ્કવોડે શોધી કાઢ્યા છે. મોબાઇલ ફોન વાપરતા કેદી સામે જેલરે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

વડોદરા સેન્ટ્રલ જેલમાં ઝડતી સ્કવોડના સ્ટાફ દ્વારા ગઇકાલે યાર્ડ - ૯ બેરેક - ૧૦૧માં ચેકિંગ કરવામાં આવ્યું હતું. ચેકિંગ દરમિયાન બેરેકમાં પ્રવેશતા જમણી બાજુનો એલઇડી બલ્બ બંધ હોવાથી સ્ટાફને શંકા ગઇ હતી. સીડી મંગાવી ચેક કરતા બલ્બની સર્કિટ કાઢી તેમાં બે મોબાઇલ સંતાડી રાખ્યા હતા. બંને મોબાઇલમાં બેટરી હતી. પરંતુ, સીમકાર્ડ નહતા. આ અંગે બેરેકના કેદીઓની પૂછપરછ કરતા બંને મોબાઇલ ફોન પાકા કામનો કેદી મુન્ના ઉર્ફે મૌયુદ્દીન શેખ વાપરતો હોવાનું જાણવા મળ્યું હતું. જે અંગે જેલર દ્વારા રાવપુરા  પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવવામાં આવ્યું હતું કે, મોબાઇલનો અન્ય કેદીઓએ ઉપયોગ કર્યો છે કે કેમ ? ફોેન દ્વારા ગુનાઇત પ્રવૃત્તિ કરવામાં આવી છે કે કેમ ? જેલમાં મોબાઇલ કઇ રીતે ઘુસાડવામાં આવ્યો ? જેલના કોઇ કર્મચારી કે અન્યની સંડોવણી છે કે કેમ ? તે અંગે તપાસ થવી જરૃરી છે.


Google NewsGoogle News