વડોદરા મધ્યસ્થ જેલમાંથી ત્રણ કેદી પાસેથી બે મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યા

Updated: Oct 28th, 2023


Google NewsGoogle News
વડોદરા મધ્યસ્થ જેલમાંથી ત્રણ કેદી પાસેથી બે મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યા 1 - image

વડોદરા,તા.28 ઓક્ટોબર 2023,શનિવાર

વડોદરા મધ્યસ્થ જેલમાંથી વધુ ત્રણ કેદી પાસેથી બે મોબાઈલ અને સીમકાર્ડ શહીદ પાન પડી ગયો મળી આવ્યા છે.ત્યારે જ્યાં સત્તાધીશો કેદીઓ પાસે મોબાઈલ ગુટકા તમાકુ શહીતની વસ્તુ આવતા સુધી શું ઊંઘી રહ્યા છે તેઓ સવાલ ઊભો થઈ રહ્યો છે. રાવપુરા પોલીસે ગુનો નોંધી બંને મોબાઈલને એફએસએલમાં તપાસ માટે મોકલી આપવામાં આવ્યા છે.

વડોદરા સેન્ટ્રલ જેલમાંથી કેદીઓ  અવારનવાર મોબાઇલ મળી આવવાના કિસ્સા વારંવાર બન્યા કરે છે. જેલ સત્તાધીશોના પેટનું પાણી હાલતું નથી. તાજેતરમાં જ બે મોબાઈલ એક સાથે કેદીઓ પાસેથી મળી આવ્યા હતા છતાં અધિકારીઓ દ્વારા કોઈ કાર્યવાહી નહીં કરાતા તેમની કામગીરી સામે પણ અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે. જેલમાં ફરજ બજાવતા અધિકારીઓ જાણે કુંભકર્ણની નિદરામાં ઊંઘતા હોય તેમ કેદીઓ પાસે મોબાઈલ કેવી રીતે આવી રહ્યા છે તેનો કોઈ હજુ સુધી પતો લાગતો નથી કે પછી અધિકારી કે કર્મચારીઓની મિલીભગતથી જ જેલમાં ફોન પહોંચાડી રહ્યા છે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. શુક્રવારના રોજ ફરજ પર હાજર સહિતના સ્કોડ દ્વારા યાર્ડ 12 ની ખોલી નંબર સાતમાં કેદીની હિલચાલ પર શંકા જ હતા ધરતી સ્કોર દ્વારા તપાસ હાથ ધરાઈ હતી નળ નીચે બખોલું પાડીને તેમાં સંતાડેલો મોબાઈલ મળી આવ્યો હતો જે મોબાઈલ કામના કેદી જીતેન્દ્ર જીતુ નરેન્દ્ર પરમાર નો હોવાનું તથા તેમાં લગાવેલું સીમકાર્ડ સલીમ ઉર્ફે ઈમ્તિયાઝ શીખ માલુમ પડ્યું હતું. તેવી જ રીતે ખોલી નંબર 12 ના કાચા કામના કેદી અજીમુદ્દીન અહમદ અન્સારી પણ એક મોબાઇલ મળી આવ્યો હતો. જેની ફરિયાદ રાવપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. બંને મોબાઈલ માં થી કોની કોની સાથે વાત કરી છે ફોન દ્વારા કયું ષડયંત્ર રચવામાં આવતું હતું તેમજ અન્ય પ્રવૃત્તિ કરવામાં આવતી હતી કે નહીં તે બધી બાબતોની તપાસ કરવા માટે પોલીસ દ્વારા મોબાઈલને એફએસએલમાં મોકલાયો છે.


Google NewsGoogle News