ફોટોશુટ કરતા યુગલને છરી બતાવીને બે શખ્શોએ 7.40 લાખના ઘરેણા લૂંટી લીધા

Updated: Apr 22nd, 2024


Google NewsGoogle News
ફોટોશુટ કરતા યુગલને છરી બતાવીને બે શખ્શોએ 7.40 લાખના ઘરેણા લૂંટી લીધા 1 - image


દંતાલી ગામની સીમમાં કેનાલ પર સાંજ ઢળ્યે

કન્ટ્રક્શન કંપની ચલાવતો બોપલનો યુવાન સગાઇ થઇ હોવાથી મંગેતર યુવતીને લઇને ફરવા નીકળ્યો અને લૂંટારા ભટકાઇ ગયાં

ગાંધીનગર :  ગ્રામ્ય વિસ્તારના સીમ વગડામાંથી પસાર થતી નર્મદા કેનાલના વિસ્તારમાં સક્રિય બનેલા લૂંટારૃઓએ અમદાવાદના બોપલ આંબલી વિસ્તારમાં રહેતા અને કન્સટ્રક્શન કંપની ચલાવતા યુવાન તથા તેની મંગેતર સાંજ ઢળ્યે દંતાલી ગામની સીમમાંથી પસાર થતી કેનાલ પાસે ફોટો શુટ કરતા હતાં. ત્યારે છરી બતાવીને યુગલ પાસેથી રૃપિયા ૭.૪૦ લાખની કિંમતના સોના અને રીયલ ડાયમન્ડના ઘરેણાની લૂંટ ચલાવ્યાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે.

અમદાવાદમાં બોપલ આંબલી વિસ્તારમાં સિન્ધુભવન રોડ પર તાજ હોટેલની સામે શાતીનિકેતન બંગલોઝમાં રહેતા અને શાતી પ્રેકોન એલએલપી નામથી કેન્સટ્રક્શન કંપની ચલાવતા સૃજલ મનસુખભાઇ દેવાણી નામના યુવાને અડાલજ પોલીસ મથકમાં લૂંટ સંબંધે ફરિયાદ નોંધાવી છે. તેમાં જણાવ્યા પ્રમાણે તેની સગાઇ બે મહિના પહેલા અંકલેશ્વરમાં જીઆઇડીસી પાસે ક્રિષ્નાશ્રેય, પંચવટી બંગલોઝમાં રહેતા ભાવેશભાઇ પટેલની દિકરી ધુ્રવી સાથે થઇ હતી. દરમિયાન યુવાન તેની મંગેતરને લઇને સાંજ વેળાએ કીઆ ગાડીમાં અદાણી શાંતીગ્રામ બાજુ ફરવા નીકળ્યા હતાં અને ત્યાંથી એપ્રોચ રોડ પર થઇને નર્મદા કેનલ તરફ જતાં રેલવેનો બ્રિજ આવી જતાં ત્યાં ગાડી ઉભી રાખીને કેનાલ પર ફોટો શુટ કરવામાં વ્યસ્ત બન્યા હતાં.

દરમિયાન સાંજે ૭ વાગ્યાના અરસામાં મોટર સાઇકલ પર બે અજાણ્યા શખ્શોએ આવીને ક્યાં રહેવાનું તેમ પૂછતાં સૃજલે તારે શુ છે. તેમ કહ્યાંની સાથે જ એક શખ્શે ખિસ્સામાંથી છરી કાઢીને મોબાઇલ ફોન મુકી દેવા કહીને ગળામાં પહેરાલી સોનાની ચેઇન આપી દેવા ધમકી આપી હતી. ડરી ગયેલા સૃજલે ચેઇન આપી દીધા બાદ આ શખ્શોએ રોકડા માંગ્યા હતાં. પરંતુ રોકડ ન હોવાથી ના પાડી ત્યારે હાથમાં પહેરેલુ રીયલ ડાઇમન્ડનું કડું ઉતરાવી લીધુ હતું. ઉપરાંત ધુ્રવીએ પહેરેલો ચેઇન પણ ઉતરાવ્યો હતો. આ સાથે ધુ્રવી દોડીને ગાડીમાં બેસી ગઇ હતી. જોકે લૂંટારાઓએ સૃજલ પાસેથી ગાડીની ચાવી પણ ઝુંટવી લીધી હતી અને ત્યાંથી નાશી છુટયા હતાં. આ દરમિયાન ધુ્રવીએ તેમના ફોટા પાડી લીધા હતાં. બીજી બાજુ લૂટારાઓએ આગળ જઇને ગાડીની ચાવી ફેંકી દીધી હતી. બનાવ બાદ સૃજલે ફોન કરતાં તેના પિતા સ્થળ પર દોડી આવ્યા હતાં. બાદમાં પોલીસ સ્ટેશન જઇને ફરિયાદ નોંધાવી હતી.


Google NewsGoogle News