વડોદરામાં ખાનગી ફાઈનાન્સ પેઢીનું ઉઠામણું, રૂ.6.70 કરોડ ખંખેરનાર બે સંચાલક ઝડપાયા

Updated: Sep 23rd, 2023


Google NewsGoogle News
વડોદરામાં ખાનગી ફાઈનાન્સ પેઢીનું ઉઠામણું, રૂ.6.70 કરોડ ખંખેરનાર બે સંચાલક ઝડપાયા 1 - image

image : freepik

વડોદરા,તા.23 સપ્ટેમ્બર 2023,શનિવાર

વડોદરા ઊંચા વ્યાજની ઓફર કરી રૂપિયા પરત નહીં કરનાર ખાનગી ફાઈનાન્સ પેઢીના બે સંચાલકોને પોલીસે ઝડપી પાડ્યા છે.

વડોદરામાં સુથ કોમર્સ પ્રાઇવેટ લિમિટેડ નામની પેઢીનું ખાનગી બેંકમાં ખાતું ખોલાવ્યા બાદ ઉંચા વ્યાજની ઓફર કરીને સિનિયર સિટીઝનો તેમજ મહિલાઓને ફોસલાવનાર પેઢીના સંચાલકોએ પાકતી મુદતે રૂપિયા પરત નહીં ચૂકવતા રોકાણકારોમાં ઊહાપોહ મચ્યો હતો. પ્રાથમિક તબક્કે રોકાણકારોએ ગુમાવેલી રકમ રૂ 6.70 કરોડ જેટલી થાય છે.

વડોદરામાં ખાનગી ફાઈનાન્સ પેઢીનું ઉઠામણું, રૂ.6.70 કરોડ ખંખેરનાર બે સંચાલક ઝડપાયા 2 - image

બનાવ અંગે ઇકો સેલને તપાસ આપવામાં આવી હતી. પોલીસે બેંક એકાઉન્ટની વિગતો મેળવી તપાસ કરતા પેઢીના નામે ખાતું ખોલાવનાર પ્રવીણચંદ્ર હરીલાલ શાહ (મહાવીર પાર્ક એસબીઆઇ ની પાછળ કલાદર્શન ચાર રસ્તા, વાઘોડિયા રોડ) તેમજ સુબેદારસિંહ વિક્રમા પ્રસાદસિંગ રાજપુત રામદેવ નગર હોસ્પિટલ પાછળ બાપોદ જકાતનાકાને ઝડપી પાડ્યા છે.

પોલીસે આ ગુનામાં નટરાજન પૌડસ્વામી મુદલીયાર(રામદેવ નગર, બાપોદ જકાતનાકા) ની શોધખોળ શરૂ કરી છે તેમજ પેઢી સાથે સંકળાયેલા અન્ય લોકોની પણ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News