Get The App

વડોદરા સેન્ટ્રલ જેલમાં મોબાઇલ વાપરતા બે કેદી પકડાયા

બંને કેદીઓ સાથે મળીને મોબાઇલ ફોનનો ઉપયોગ કરતા હતા

Updated: Nov 4th, 2023


Google NewsGoogle News
વડોદરા સેન્ટ્રલ જેલમાં મોબાઇલ વાપરતા બે કેદી પકડાયા 1 - image

વડોદરા,સેન્ટ્રલ જેલમાં મોબાઇલ ફોનનો ઉપયોગ કરતા અન્ડર ટ્રાયલ તથા સજા પામેલા બે કેદી ઝડપાઇ ગયા હતા. જે અંગે રાવપુરા પોલીસે ગુનો દાખલ કર્યો છે.

વડોદરા સેન્ટ્રલ જેલના જેલ સહાયક કિશનભાઇ તથા સ્થાનિક ઝડતી સ્કવોડના કર્મચારીઓ દ્વારા યાર્ડ નંબર - ૬ માં ઝડતી કરવા જતા હતા. તે દરમિયાન યાર્ડ - ૬ ફાટક  પાસે ઉભેલા  પાકા કામના કેદી રાકેશ જવાભાઇ માવીની હિલચાલ શંકાસ્પદ જણાતા તેની તલાશી લેવામાં આવી હતી. કેદીએ કમરના ભાગે સંતાડી રાખેલો મોબાઇલ ફોન મળી આવ્યો હતો. કેદીએ પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે, આ મોબાઇલ ફોન કાચા કામનો કેદી રાજ રણજીતસિંહ પરમાર આપી ગયો હતો. અને અમે બંને મોબાઇલ ફોનનો ઉપયોગ કરતા હતા. જેથી, જેલર દ્વારા બંને કેદીઓ સામે રાવપુરા  પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.



Google NewsGoogle News