તાંદલજામાં રિક્ષા પાર્કિંગના મુદ્દે હિચકારો હુમલો, કારેલીબાગમાં પાડોશીઓ વચ્ચે સામસામે હુમલો

Updated: Jun 17th, 2024


Google NewsGoogle News
તાંદલજામાં રિક્ષા પાર્કિંગના મુદ્દે હિચકારો હુમલો, કારેલીબાગમાં પાડોશીઓ વચ્ચે સામસામે હુમલો 1 - image

વડોદરાઃ તાંદલજા તેમજ કારેલીબાગ વિસ્તારમાં નજીવી તકરારમાં હુમલાના બનાવો બનતાં પોલીસે ગુના નોંધી કાર્યવાહી કરી હતી.

તાંદલજાના આશિયાના નગરમાં રહેતા ઇકબાલભાઇ દિવાને પોલીસને કહ્યું છે કે,મારો પુત્ર પટેલ સ્ટોર પાસે રિક્ષા મુકવા જતાં શકિલ ઉર્ફે આદિલ પટેલે અહીં રિક્ષા કેમ મુકો છો તેમ કહી ઝઘડો કર્યો હતો.હું મારા પુત્રને લઇ જતો હતો ત્યારે શકિલ,સાહિલ, સલીમ પટેલ અને બે મહિલાએ ઝઘડો કર્યો હતો.મારા પુત્ર પર પાઇપ વડે હુમલો કરતાં તેને ઇજા પહોંચી હતી.

કારેલીબાગના જલારામ નગર ખાતે ઝઘડાની અદાવત રાખી મારામારીનો બનાવ બન્યો હતો.જેમાં સામાજિક કાર્યકર કમલેશ પરમારે તેના પર દિપેન પરમાર,વિનોદ પરમાર,કુંજન સહિત ચાર જણાએ ધમકી આપી માર માર્યો હોવાની ફરિયાદ નોંધાવી હતી.તો સામેપક્ષે સુનિતાબેન પરમારે તેના પુત્ર પર પાઇપ વડે હુમલો કર્યો હોવાની ફરિયાદ નોંધાવતા કમલેશ પરમાર, હિંમતભાઇ પરમાર સહિત ચાર જણા સામે ગુનો નોંધાયો હતો.


Google NewsGoogle News