વડોદરામાં ગોરવા અને છાણી વિસ્તારમાં મારામારીના બે બનાવ નોંધાયા

Updated: Jan 1st, 2024


Google NewsGoogle News
વડોદરામાં ગોરવા અને છાણી વિસ્તારમાં મારામારીના બે બનાવ નોંધાયા 1 - image

image : Freepik

વડોદરા,તા.1 જાન્યુઆરી 2024,સોમવાર

વડોદરા શહેરમાં ગોરવા અને છાણી વિસ્તારમાં મારામારીના બે બનાવ નોંધાયા હતા.

 પ્રથમ બનાવની વિગત મુજબ ગોરવાના અમીના પાર્કમાં રહેતા અમન પઠાણ ઉંમર 18 ગત રાત્રે 8 વાગ્યે ઘર નજીકના આલિયા એરિયામાં બેઠા હતા ત્યારે અંગત અદાવતે અજાણ્યા ત્રણ વ્યક્તિએ લોખંડનો પદાર્થ મારી ઈજા પહોંચાડી હતી. 

બીજા બનાવવાની વિગત મુજબ છાણી તરુણ નગરમાં રહેતા કિશન પરમાર ઉમર 22 રાત્રે 11:30 વાગે છાણી જકાતનાકા પાસે બેઠા હતા ત્યારે અજાણ્યા ત્રણ વ્યક્તિએ લોખંડનું કડુ માર્યું હતું.

બને ઇજાગ્રસ્તોને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જ્યાં તેમની હાલત સુધારા પર હોવાનું જાણવા મળે છે.


Google NewsGoogle News